લીંબુડી વાડીની ગોલ્ડન સુપર માર્કેટમાં મ્યુનિ. ટીમ ત્રાટકી: ફરાળી લોટ–ખાખરાનું સેમ્પલિગ

  • August 20, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ટીમ લીંબુડીવાડી સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી અને ફરાળી વાનગીઓના સેમ્પલ લઇ તેમાં ભેળસેળ હતી કે કેમ તેની ચકાસણી કરવા માટે ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસરએ વિગતો જાહેર કરતા જાહેર કરતા જણાવ્યું હતું કે ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ કુલ પાંચ ફડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) રામદેવ ચીલી પાઉડર (૫૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ– ધ્વનિ એન્ટરપ્રાઇઝ, 'જલીયાણ પેઢી, ગણેશ વિધાલયની બાજુમાં, ચંદન પાર્ક, રૈયા રોડ, રાજકોટ ખાતેથી (૨) સોહમ રેસમ કાશ્મીરી ચીલી પાઉડર (૨૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ–બર્ગેરીટો ફાસ્ટ ફડ, શોપ નં.૧, માધવ વાટિકા, સોજીત્રા નગર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી, (૩) શ્રી વેલ બેકડ ફરાળી ખાખરા (૨૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ– ગોલ્ડન સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્ડીંગ, શોપ નં.૧૧ થી ૧૬ , લીંબુડીવાડી મેઇન રોડ, સોજીત્રા નગર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી તેમજ (૪) તલોદ ફરાળી આટા (૪૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ– ગોલ્ડન સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્ડીંગ, શોપ નં.૧૧ થી ૧૬, લીંબુડીવાડી મેઇન રોડ, સોજીત્રા નગર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી તેમજ (૫) ફરાળી પેટીસ લુઝનું સેમ્પલ સ્થળ– ઠક્કર ગૃહ ઉધોગ, ભવાની કૃપા, એસ.કે. ચોક મેઇન રોડ, જલારામ ફરસાણવાળી શેરી, ગાંધીગ્રામ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યા હતા.
ઉપરોકત સેમ્પલિંગ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા ફડ વિભાગની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મુંજકા ગામ તથા પુનિતનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૪૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૦ ધંધાર્થિઓને ફડ લાઇસન્સ લેવા નોટિસ ફટકારી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application