રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા મચ્છર મારવામાં પણ નિષ્ફળ રહેતા શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે અને તાજેતરમાં ડેન્ગ્યુના વધુ ૧૯ કેસ મળી આવ્યા છે. આ સાથે શહેરમાં વિવિધ રોગચાળાના કુલ ૧૭૯૮ કેસ નોંધાયા છે જે ચાલુ સિઝનના સૌથી વધુ કેસ છે.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્રારા આજે જાહેર કરવામાં આવેલા વિકલી એપેડેમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા એક સાહમાં મેલેરિયાનો એક કેસ, ડેન્ગ્યુના ૧૯ કેસ, શરદી ઉધરસના ૯૪૦ કેસ, તાવના ૫૮૮ કેસ ઝાડા ઉલટીના ૨૪૫ કેસ અને ટાઇફોઇડના પાંચ કેસ નોંધાયા છે.
યારે ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ, મહાપાલિકા દ્રારા જાહેર કરાયેલા રોગચાળાની તુલનાએ શહેરમાં ૧૦ ગણો વધુ રોગચાળો છે, લગભગ દરેક સોસાયટીમાં ડેન્ગ્યુના ૧૦ થી ૧૫ કેસ જોવા મળી રહ્યા છે. યારે મહાપાલિકાએ તો સમગ્ર શહેરમાં છેલ્લા એક સાહમાં ડેન્ગ્યુ કુલ ૧૯ કેસ હોવાનું જાહેર કરીને પ્રજાને મૂર્ખ બનાવવા પ્રયાસ કર્યેા છે ! રોગચાળાની સાચી વિગતો છુપાવીને રોગચાળો કાબુમાં હોવાનું ચિત્ર ઉપસાવી પોતાના જ હાથે પોતાની પીઠ થાબડવાની પ્રવૃત્તિ આરોગ્ય શાખા દ્રારા કરવામાં આવી રહી છે
૧,૩૯,૯૩૩ ઘરની વિઝીટ કર્યાનો તંત્રનો દાવો
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ આજે વિકલી એપેડમિક રિપોર્ટની સાથે એવો આશ્ચ્યજનક દાવો રજૂ કર્યેા છે કે છેલ્લા એક સાહમાં મતલબ કે સાત દિવસમાં કુલ ૧,૩૯,૯૩૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ છે ! તથા ૪૧૦૯ ઘરોમાં ફોગીંગ કરાયું છે ! મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા હતા તેવું પણ જાહેર કયુ છે
૭૮૭ સ્થળે ચેકિંગ, ૪૬૬ને નોટિસ, ૪૩ હજારનો દંડ
રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે જેમાં ૪૪૬ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટસ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ અંગે રહેણાંકમાં ૩૨૧ અને કોર્મશીયલમાં ૧૪૫ મળી કુલ ૪૬૬ને નોટીસ ફટકારી ા.૪૩,૦૦૦નો દડં વસુલ્યો હતો
નવો ફતવો: ફકત શેરીમાં ફોગિંગ કરો, ઘરમાં નહીં !
રાજકોટ મહાપાલિકા દ્રારા મકાનો, બંગલો, લેટ તેમજ ઓફિસોમાં જઇ ફોગિંગ કરી શકાય તે માટે જુના ફોગિંગ વહીકલના બદલે ગન ટાઇપના ફોગિંગ મશીનની પ્રજાના લાખો પિયા ખર્ચીને ખરીદી કરાઇ છે, જેથી કોઇ પણ સ્થળે મચ્છરના ઉપદ્રવની ફરિયાદ મળે તો જે તે મિલકત કે સંકુલમાં જઇ ફોગિંગ કરી શકાય. દરમિયાન તાજેતરમાં અસંખ્ય ફરિયાદો હોવા છતાં આરોગ્ય શાખા કોઈ મિલ્કતમાં અંદર જઇને ફોગિંગ કરતી નથી. વર્ષેાથી મિલ્કતમાં જઈને ફોગિંગ કરતા હતા અને તે માટે જ ફોગિંગ ગન ખરીદ કરાઈ હતી તો આવો ફતવો કોણે અને શા માટે જારી કર્યેા ? તે તપાસનો વિષય છે. હાલ તો મચ્છર મારવામાં પણ નિષ્ફળ એવા મહાપાલિકા તત્રં ઉપર શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રજાના લાખો પિયાના ખર્ચે વસાવેલા ફોગિંગ મશીનનો લાભ કરવેરા ભરતા સામાન્ય શહેરીજનોને કેમ નહીં ? તેવો સવાલ ચોમેરથી ઉઠવા પામ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech