વારંવાર રખડતા ઢોર રોડ પર દોડતા હોવાને લઈને રાહદારીઓને ભારે હાલાકી પડે છે તો વાહનચાલકો પણ પરેશાન થાય છે. સિહોરમાં વર્ષો જૂની સમસ્યા રખડતા ઢોરની છે. શહેરમાં ઠેર ઠેર રોડ પર રખડતા ઢોર દોડતા કે અડીગો જમાવી બેસેલા જોવા મળતા હોય છે. રાત્રિ દરમિયાન પણ રોડ પર બેસેલા હોય છે. જેને લઈને અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને લઈને પાલિકા ચિફઓફિસર મકવાણા એક્શનમાં આવ્યા છે. અને રખડતા ઢોર પકડવાના આદેશો બાદ ટીમે રાત્રીના સમયે રખડતા ઢોરને પકડવાની ઝૂંબેશ હાથ ધરી હતી. રખડતા પશુઓને રોડ પરથી પકડીને પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા.
આ અંગે નગર પાલિકાના ચીફ ઓફીસર મકવાણા સાથે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રોડ પર રખડતા પશુઓ પકડવા માટે ટિમો કામે લાગી છે. આ કામગીરી ક્રમશ શરૂ રહેશે. રખડતા પશુઓને પકડીને પાંજરા પોળમાં મોકલી આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech