ઇતિહાસમાં પ્રથમવાર રાજકોટ મહાપાલિકાનું ઘોડું દશેરા પહેલા દોડયુ છે અને ડેરીફાર્મ, મિઠાઇ તેમજ ફરસાનની દુકાનોમાં દશેરા પૂર્વે જ દરોડા કાર્યવાહી હાથ ધરીને સેમ્પલ લેવામાં આવ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર તરફથી મળેલ સૂચના મુજબ તા.૦૩–૧૦–૨૪ થી તા.૧૭–૧૦–૨૪ સુધી ફુડ સેટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ સ્વપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ આવી રહેલા નવરાત્રિ તથા દશેરાના તહેવારોને અનુલક્ષીને અલગ–અલગ ફડ કેટેગરી જેવી કે મીઠાઇ, દૂધ તથા દૂધની બનાવટ, ખાધ તેલ, બેકરી પ્રોડકટસ, ડ્રાયફ્રટસ વગેરેના ઉત્પાદક તેમજ વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરમાં ડેરીફાર્મ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી વિવિધ ૧૦ નમુના લઇ પૃથ્થકરણ માટે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત કામગીરી ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્યામલ ઉપવન સામે, વાગડ ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ શ્રી માતિ કોઠી આઇસ્ક્રીમ પેઢીની તપાસ કરતા સંગ્રહ કરેલ વાસી અખાધ કાચા સમોસાનો ચાર કિલો જથ્થો મળતા તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.ફડ વિભાગની ટીમ દ્રારા ફડ સેફટી વાન સાથે રાખીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠીયાવાડી સર્કલ થી આંબેડકર ગેઇટ સુધીના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી જેમાં (૧) કિશન પ્રોવિઝન સ્ટોર (૨)સદગુ સોડા શોપ (૩) પટેલ ડેરી પ્રોડકટસ (૪) ગોરધનભાઈ ગોવિંદભાઇ ચેવડાવાળા, (૫)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૬)ઘનશ્યામ પેંડાવાળા તેમજ (૭)વાડીલાલ આઉટલેટ સહિતની સાત પેઢીને ફડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તથા (૮)શિવાજી જનરલ સ્ટોર (૯)શ્રી રામેશ્વર બેકરી (૧૦)આર. બી. ફાસ્ટ ફડ (૧૧)જય ભવાની શીંગ (૧૨) ગોકુલ ડેરી ફાર્મ (૧૩) પટેલ ગૃહ વસ્તુ ભંડાર (૧૪) યોગેશ્વર ડેરી ફાર્મ (૧૫)શ્રી અશોક વિજય ડેરી ફાર્મ (૧૬) સિલ્વર બેકરી કેક શોપ (૧૭) મુરલીધર ફરસાણ (૧૮) ડાયમડં શીંગ સહિતની પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી.
આટલી દુકાનોમાંથી લેવાયા મિઠાઇના સેમ્પલ(૧) અંજીર રોલ (દૂધની મીઠાઇ–લુઝ): સ્થળ– જય ધારેશ્વર ડેરી ફાર્મ, ખોડિયાર સો. મેઇન રોડ, પી–પટેલ પાન સામે, કોઠારીયા રોડ, રાજકોટ
(૨) મીઠો માવો (લુઝ): સ્થળ– શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાઈ કૃપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે, રાજકોટ
(૩) મોળો માવો (લુઝ): સ્થળ– શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાઈ કૃપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે, રાજકોટ
(૪) મીઠો માવો (લુઝ): સ્થળ– જય સિતારામ ડેરી ફાર્મ, મહાદેવ વાડી મેઇન રોડ, અમૂત ગીયરની સામે,રાજકોટ
(૫) ખજૂર બરફી (લુઝ): સ્થળ– જય સિતારામ ડેરી ફાર્મ, મહાદેવ વાડી મેઇન રોડ, અમૂત ગીયરની સામે, રાજકોટ
(૬) મીઠો માવો (લુઝ): સ્થળ– શ્રી પટેલ સ્વીટસ, દર્શન મવડી પ્લોટ–૪, ગુજરાત વાયર પાસે, રાજકોટ
(૭) માવો (લુઝ): સ્થળ– શ્રી પટેલ સ્વીટસ, દર્શન મવડી પ્લોટ–૪, ગુજરાત વાયર પાસે, રાજકોટ
(૮) મોદક લાડુ (લુઝ): સ્થળ– વિકાસ ડેરી ફાર્મ, ૮૦ ફિટ રોડ, કોઠારીયા કોલોની, કવાટર નં–૧૪૭, રાજકોટ.
(૯) મોદક લાડુ (લુઝ): સ્થળ– શ્રી સીતારામ વિજય પટેલ આઇસક્રીમ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ, ૪૧૦ વાણિયા વાડી, ગાયત્રી નગર, રાજકોટ.
(૧૦) મોદક લાડુ (લુઝ): સ્થળ– શ્રી પટેલ બેકરી ડેરી એન્ડ કેક શોપ, બોલબાલા માર્ગ, ૪૧૦ વાણિયા વાડી, માસ્ટર સોસાયટી, રાજકોટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech