રાજકોટમાં કોરોનાના લક્ષણો ધરાવતા ૧૦૬૯ના ટેસ્ટ કરતી મહાનગરપાલિકા

  • December 30, 2023 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો સાથે આવેલા ૧૦૨૫ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દવા લેવા છતાં તાવ, શરદી, ઉધરસ મટતા ન હોય તો તુરતં જ કોરોના ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં દેશના અન્ય રાયોમાં કોરોનાના કેસ મળવા લાગતા આરોગ્ય શાખા દ્રારા સર્વેલન્સ વધારી ટેસ્ટ શ કરાયા હતા જેમાં તા.૧–૧૨–૨૦૨૩થી તા.૩૦–૧૨–૨૦૨૩ સુધીમાં ૧૦૨૫ નાગરિકોના એન્ટીજન અને ૪૪ નાગરિકોના આરટી–પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે તેમાંથી એક પણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીએ ઉમેયુ હતું કે જો કોઇ પણ નાગરિકને એકાદ સાહથી તાવ, શરદી અને ઉધરસ તેમજ શરીરમાં કળતર રહેતી હોય તેમજ સામાન્ય દવાઓથી તબિયતમાં સુધારો થતો ન હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ છે. રાજકોટ મહાપાલિકાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મળેલા જેએન–૧ વેરિયન્ટના બન્ને કેસ ખાનગી લેબોરેટરીમાં થતા આરટી–પીસીઆર ટેસ્ટ દરમિયાન જ બહાર આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application