યાજ્ઞિક રોડ ફેરિયાઓને ભાડાપટ્ટે આપતી મહાપાલિકા

  • December 03, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાને યાંથી મિલકતવેરાની સૌથી વધુ આવક થાય છે તે સેન્ટ્રલ ઝોનના પોશ બજાર વિસ્તાર ડો.યાજ્ઞિક રોડની બન્ને બાજુએ જાણે અન ડિકલેર્ડ હોકર્સ ઝોન હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. દબાણ હટાવ શાખાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ અહીં ફટપાથ ઉપર તેમજ રોડની બન્ને બાજુએ લારી, ગલ્લા, રેંકડી,કેબિનો અને પાથરણાંવાળાઓના બેફામ દબાણોને કારણે અહીં હવે .એક કરોડની દુકાન કે શોમ નાખી બેઠેલા વેપારીને વેપાર ધંધા કરવા મુશ્કેલ બની ગયા છે એટલું જ નહીં પોતાની જ દુકાન કે શોમ બહાર તેમને પોતાના વાહનનું પાકિગ કરવા પણ જગ્યા મળતી નથી.
ખાસ કરીને દર રવિવારે યાજ્ઞિક રોડ ઉપર સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુથી શ કરી ઓરબીટ પ્લાઝા, રામકૃષ્ણ આશ્રમ, ઓરબીટ એન્કલેવ, હાઇસ્ટ્રીટ બિઝનેસ બે, કલાસિક જેમ્સ, ગાયત્રી કોમ્પલેક્ષ, રોયલ કોર્નર, સ્મોલ સિટી કોમ્પલેક્ષ, ધ પ્લેટીના, શિવમ, હીરા પન્ના, સ્ટાર શોપિંગ સેન્ટર, ધનરજની અને હોટેલ ઇમ્પિરિયલ પેલેસ સુધી રોડની બન્ને બાજુએ ભરાતી રવિવારી પાથરણાં બજારના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે, પાથરણાં વાળાઓ અને રોડ ઉપર વાહન પાર્ક કરી ખરીદી કરતા તેમના ગ્રાહકોના કારણે એટલી હદે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે કે અહીંથી ટુ વ્હીલર પસાર કરવું પણ મુશ્કેલ બની જાય છે.
યાજ્ઞિક રોડ ઉપર વર્ષેાથી રોડ માકિગ, ઝીબ્રા ક્રોસિંગ, રોડ સાઇનેજીસ, કેટ આઇ રીફલેકટર, સ્પીડ બ્રેકર્સ,ફૂટપાથ વિગેરે ગાયબ થઇ ગયા છે. ગુજરાત રાજય સરકારના આદેશથી સિટી બ્યુટીફિકેશન ઝુંબેશ હેઠળ હાલ શહેરના અન્ય રાજમાર્ગેા ઉપર આ તમામ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવી રહી છે. યારે યાજ્ઞિક રોડના વેપારીઓ જણાવે છે કે મહાપાલિકા તત્રં યાજ્ઞિક રોડનું બ્યુટીફિકેશન કરે કે ન કરે પરંતુ દબાણો હટાવે અને રવિવારી બજાર કાયમી ધોરણે બધં કરાવે તો પણ ઘણું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યાજ્ઞિક રોડ ઉપર લાખો પિયાના ખર્ચે માલવિયા ચોકથી સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી નવી મોડેલ ફટપાથ નાખવામાં આવી છે, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર ગત શુક્રવારે રાજકોટ આવ્યા ત્યારે તેમને આ ફટપાથની વિઝિટ પણ કરાવવામાં આવી હતી અને સિટી બ્યુટીફિકેશન અંતર્ગત આ કામગીરી કરાયાનું જણાવાયું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ફટપાથ ઉપર રાહદારીઓ ચાલી શકતા નથી કારણ કે સાંજ પડતાની સાથે જ અહીં જીંજરા અને શેરડી તેમજ યુસ વેંચતા ફેરિયાઓ દબાણ કરી પોતાના પથારા સાથે ગોઠવાઇ ગયા હોય છે. નવ નિર્મિત ફટપાથ ઉપર ચાલવાની સુવિધાનો લાભ કરવેરા ભરતા શહેરીજનોને મળે તે પહેલાં જ દબાણકર્તાઓને મળવા લાગ્યો છે તેવી સ્થિતિ છે.

રાત્રે દબાણ હટાવવા પરિપત્ર કરવો પડશે ?

યાજ્ઞિક રોડ ઉપર પાથરણાંવાળા અને લારી ગલ્લા ધારકો સાંજે છ વાગ્યાથી રાત્રે ૧૨ સુધી ફટપાથ તેમજ મુખ્યમાર્ગ ઉપર દબાણ કરી બેસે છે. યારે દબાણ હટાવ શાખા સાંજે છ પછી કામ કરતી ન હોય યાજ્ઞિક રોડ હોકર્સ ઝોન બની ગયો છે. જો હવે કમિશનર રાત્રે પણ દબાણ હટાવ શાખાએ કામ કરવું તેવો પરિપત્ર પ્રસિધ્ધ કરે તો કદાચ યાજ્ઞિક રોડ ઉપરના દબાણ દૂર થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

જાગનાથ મંદિર ચોકમાં ફેરિયાનો અખડં કબજો
જાગનાથ મંદિર ચોકમાં બારેય મહિના ફેરિયા, લારી– ગલ્લા અને પાથરણાંવાળાનો કાયમી અખડં કબજો રહે છે. લતાવાસીઓએ જણાવ્યું હતું કે વારંવાર ફરિયાદ કરવા છતાં દબાણો દૂર થતાં નથી ઉલટું રેંકડીવાળાને મહાપાલિકામાંથી ફરિયાદીનું નામ આપી દેવામાં આવતું હોય જેના કારણે વ્યકિતગત માથાકૂટ થતી હોય કોઇ ફરિયાદ કરતું નથી.

દબાણો દૂર થતાં નથી, કોર્પેારેટરો પ્રશ્ન ઉકેલે
વોર્ડ નં.૭ના યાજ્ઞિક રોડ ઉપરના વેપારીઓ હવે આ વિસ્તારના કોર્પેારેટરો ડો.નેહલભાઇ શુકલ, દેવાંગભાઇ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા ઉપર મીટ માંડી બેઠા છે. દબાણ હટાવ શાખામાં અસંખ્ય વખત રજૂઆત કરાય છતાં રવિવારી બજાર ભરાતી બધં કરવામાં દબાણ હટાવ અધિકારી નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે વેપારીઓને કોર્પેારેટરો પ્રશ્ન ઉકેલશે તેવી આશા છે

અમે નિયમિત હપ્તા આપીએ છીએ: ફેરિયા બેફામ
પાથરણાંવાળાઓ અને લારી ગલ્લા ધારકોને દુકાનથી દૂર બેસવા કહેવા ગયેલા વેપારીઓને ફેરિયાઓએ એવો જવાબ આપ્યો હતો કે દબાણ હટાવ શાખાના સ્ટાફને નિયમિત હા આપીએ છીએ માટે અમને અહીંથી કોઇ હટાવશે નહીં તમારે યાં અને જેને ફરિયાદ કરવી હોય તેને કરી લેજો કોઇ અમારો વાળ વાંકો કરી શકશે નહીં.

ચેમ્બર પ્રમુખના શો–રૂમની બહાર પણ દબાણ
ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવના શો મ પણ યાજ્ઞિક રોડ ઉપર પણ રવિવારે લારી ગલ્લાધારકો અને પાથરણાંવાળાઓ દબાણ કરી બેસી જાય છે છતાં આ મામલે કયારેય ચેમ્બર દ્રારારજૂઆત કરાઇ નથી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application