આજી–ન્યારીમાં ૨૪૦૦ MCFT નર્મદાનીર આપવા સરકારમાં ડિમાન્ડ કરતા મ્યુનિ.કમિશન

  • October 09, 2023 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ કરવા માટે દરરોજ ૪૦૦ એમએલ પાણીની જરિયાત રહે છે પરંતુ શહેરને પીવાનું પાણી પુ પાડતાં જળાશયોમાં વર્ષભર વિતરણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પર્યા જળ જથ્થો ઉપલબ્ધ ન હોય આજી–ન્યારીમાં સૌની યોજના હેઠળ ૨૪૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ સરકારમાં પત્ર પાઠવ્યો છે સાથે જ પાણી વિતરણનું વાર્ષિક પ્લાનિંગ પણ સરકારમાં રવાના કર્યું  છે.


વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ સરકારમાં પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ માટે રો–વોટરની કુલ જરિયાત ૪૦૦ એમએલડી છે. તે પૈકી ૧૨૫ ગુજરાત વોટર ઇન્ફ્રા સ્ટ્રકચર લિમિટેડ મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્રારા ન્યારા તથા બેડી ઓટેક ખાતે મેળવવામાં આવે છે. હાલમાં સ્થાનિક જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સ્થિતી અંગે સમીક્ષા કરતા આજી–૧ ડેમ ખાતે ૬૪૦ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. જે હાલના ઉપાડ અનુસાર તા.૩૦–૧૧–૨૦૨૩ના રોજ અંદાજે માત્ર ૨૩૮ એમસીએફટી ઉપલબ્ધ હશે.


આજી–૧ ડેમ ડેડ વોટર ખાતે આવેલ લોટીંગ બાજું માઉન્ટેડ એચ.સી.એફ પમ્પના વર્ટીકલ કોલમ પાઇપ લંબાવીને દૈનીક ૮ર એમ.એલ.ડી રો–વોટર મેળવવાનુ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ આજી–૧ ડેમના વાલ્વ ટાવર પરથી ગ્રેવીટી દ્રારા આજી પમ્પ હાઉસના સંપમાં દૈનીક ૬૦ એમ.એલ.ડી રો વોટર મેળવી પમ્પીંગ દ્રારા આજી ફિલ્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે.જેમાં આજી–૧ ડેમની પાણીની સપાટીનું લેવલ ઘટવાથી ગ્રેવીટી દ્રારા આજી પમ્પ હાઉસ ખાતે મળતા પાણીના જથ્થામાં ક્રમશ: ઘટાડો થાય જેની સીધી અસર દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ વ્યવસ્થા પર થવા પામશે.
ન્યારી–૧ ડેમમાં હાલ ૧૧૧૭ એમ.સી.એફ.ટી જળ જથ્થો ઉપલબ્ધ છે.જે આગામી તા.૩૧–૩–૨૦૨૪ સુધી દૈનીક ૫.૫૦ એમસીએફટીના ઉપાડ અનુસાર ચાલશે ત્યારબાદ તા.૧–૪–૨૦૨૪થી તા.૩૧–૭–૨૦૨૪ સુધીના ૪ માસ માટે અંદાજે ૬૦૦ એમસીએફટીના વિશેષ જળ જથ્થાની આવશ્યકતા સૌની યોજના મારફતે રહેશે.


આગામી સમયમાં રાજકોટ શહેરની વિતરણ વ્યવસ્થામાં ખામી ન સર્જાય અને સુચા પે જાળવી શકાય તેમજ ચોમાસુ ખેંચાય અને ડેમમાં પાણીની આવક ન થાય તેવા સંજોગોમાં જુલાઇ–૨૦૨૪ સુધી પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે ૨૪૦૦ એમસીએફટીનો કુલ જળ જથ્થો આપવા માંગણી કરાઇ છે જે પૈકી આજી–૧ માં ૧૮૦૦ એમસીએફટી પાણીનો જથ્થો તા.૧૫–૧૧–૨૦૨૩ થી તથા ન્યારી–૧ માં ૬૦૦ એમસીએફટી પાણીનો જથ્થો તા.૧૫–૩–૨૦૨૪થી ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.


આજી–૧ની સપાટી ૨૪ ફટ: ૧૫ નવેમ્બર સુધીનો જથ્થો
રાજકોટના મુખ્ય જળોત કુલ ૨૯ ફટની ઉંડાઇના આજી–૧ની સપાટી આજની સ્થિતિએ ૨૪ ફટ છે. કુલ સંગ્રહ ક્ષમતા ૯૩૩ એમસીએફટી છે અને હાલ ૬૦૯ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. ડેમ ૬૬.૮૬ ટકા ભર્યેા છે. ડેમમાં શહેરને ૧૫ નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે.


ન્યારી–૧ની સપાટી ૨૩.૬૦ ફટ: ૩૧ માર્ચ સુધીનો જળ જથ્થો
પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પુ પાડતા કુલ ૨૫ ફટની ઉંડાઇના ન્યારી–૧ની સપાટી આજની સ્થિતિએ ૨૩.૬૦ ફટ છે. કુલ સંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમસીએફટી છે અને હાલ ૧૦૩૯ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. ડેમ ૮૮.૧૭ ટકા ભર્યેા છે. ડેમમાં રાજકોટને ૩૧ માર્ચ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે.


ભાદર–૧ની સપાટી ૩૨.૮૦ ફટ: ૩૧ ઓગષ્ટ્ર સુધીનો જળ જથ્થો

જકોટને પીવાનું પાણી પુ પાડતા કુલ ૩૪ ફટની ઉંડાઇના ભાદર–૧ ડેમની સપાટી આજની સ્થિતિએ ૩૨.૮૦ ફટ છે. કુલ સંગ્રહ ક્ષમતા ૬૬૪૪ એમસીએફટી છે અને હાલ ૬૧૦૨ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. ડેમ ૯૧.૯૭ ટકા ભર્યેા છે. ભાદરમાંથી રાજકોટને દૈનિક ૪૫ એમએલડી પાણી મળે છે તે ઉપાડ વ્યવસ્થા મુજબ શહેરમાં ૩૧ ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application