રિલાયન્સ મોલમાંથી ખરીદેલો ગોળ ખરાબ નીકળ્યાની ખરીદનાર ગ્રાહક તરફથી મળેલી ફરિયાદ અનુસંધાને તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા રિલાયન્સ મોલમાંથી ગોળ અને ખજૂર સહિતના ચાર સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાહેર કયુ છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ શહેરના ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર નાના મવા ચોક નજીક આવેલ રિલાયન્સ રિટેલ લિમિટેડ (રિલાયન્સ મોલ)માંથી રસ મલાઇ ગોલ્ડ દેશી ગોળ ૮૦૦ ગ્રામ પેકડ, ઝાહિદિ ખજૂર ૫૦૦ ગ્રામ પેકડ, નેચર્સ ચોઇસ રોયલ ફર્ડ ડેટસ ૫૦૦ ગ્રામ પેકિંગ તેમજ એમ્પેરર ડેટસ ઝાહિદિ ખજૂર ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ લેવાયું હતું, હાલ આ તમામ સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત કાર્યવાહી ઉપરાંત શહેરના શાક્રી મેદાન સામેના હોકર્સ ઝોન તથા રાજનગર ચોક થી માયાણી ચોક સુધીના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૭ નમૂનાઓની સ્થળ ઉપર ફડ સેફટી વાનમાં ચકાસણી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
February 25, 2025 05:29 PMઆ જગ્યાએ પોલીસકર્મીઓ શીખી રહ્યા છે 'મેકઅપ' ,સરકાર પોતે કરી રહી છે બ્યુટી ક્લાસનું આયોજન!
February 25, 2025 05:01 PMપટેલકા ગામમાં પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ કર્યો આપઘાત
February 25, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech