રાજકોટ મનપાના મહિલા સિનિયર કલાર્ક સાથે કંપનીમાં રોકાણના બહાને પિયા ૫.૨૦ લાખની છેતરપિંડી કરવામાં આવ્યા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. છ વર્ષમાં રોકાણની રકમ ડબલ અને દસ વર્ષમાં ત્રણ ગણી થશે તેવી સ્કીમ બતાવી રોકાણ કરાવ્યા બાદ પૈસા પરત ન આપતા મહિલા કલાર્કે આ ફરિયાદ નોંધાવી હતી.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર સ્ટલગ હોસ્પિટલ પાછળ સંતોષ પાર્ક શેરી નંબર–૧ માં રહેતા અને આરએમસીમાં સ્પોર્ટસ સંકુલમાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરનાર રાખીબેન દિનેશભાઈ શાહ(ઉ.વ ૪૨) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુનિક સ્વયં મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પસ કો ઓપરેટિવ સોસાયટીના જવાબદાર ડિરેકટરો વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાખીબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી સાતેક વર્ષ પૂર્વે તેમને ફિકસ ડિપોઝિટ કરાવી હોય જેથી તેમણે પોતાની બહેન પીનાબેનને વાત કરી હતી બાદમાં તેમના રેફરન્સથી ધનસુખભાઈ જેઠાભાઈ લોલવાણી (રહે ઇન્દિરાનગર સોસાયટી નવાગામ ધેડ, જામનગર) અને રાજેશ ગોવિંદભાઈ ચૌહાણ (રહે. નાગનાથ ગેટ જામનગર)નો સંપર્ક થયો હતો અને આ બંને વ્યકિતએ કહ્યું હતું કે, તેઓની કંપની યુનિક સ્વયં મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પસ કો ઓપરેટિવ સોસાયટી (યુનિટ મર્કેન્ટાઈલ ઇન્ડિયા પ્રા.લી) છે.જે આરબીઆઇમાં રજીસ્ટ્રર છે.જે કંપનીમાં તે બંને એજન્ટ હોય અને તેઓની કંપની ફિકસ ડિપોઝીટમાં સા એવું વળતર આપે છે. કંપનીમાં ફિકસ ડિપોઝિટ કરો તેમ કહી અલગ–અલગ ફિકસ ડિપોઝિટના પ્લાન તેઓએ દર્શાવ્યા હતા અને પાકતી મુદતે પૈસા પરત આપવાની વાત કરી હતી. જેમાં છ વર્ષે પૈસા ડબલ થશે તેવી સ્કીમ તથા દસ વર્ષે ત્રણ ગણા થશે તેવી સ્કીમ બતાવી હતી.
જેથી ફરિયાદી મહિલાએ આ કંપનીમાં વર્ષ ૨૦૧૭ માં તેમના તથા તેમની માતા રેખાબેનના નામની અલગ–અલગ પોલિસી મળી કુલ પિયા ૫.૨૦ લાખનું રોકાણ કયુ હતું આ પોલિસીમાંથી સરેન્ડર કરેલ તેમજ પાકતી મુદતની પોલિસીની ડિપોઝિટની રકમ મેળવવા માટે કંપનીની રાજકોટ ખાતેની ઓફિસ પ્રમુખસ્વામી આર્કેટ બીવીંગ મેટ્રો શો મની ઉપર આવેલી હોય ત્યાં જતા કંપનીના કર્મચારીએ કહ્યું હતું કે, અમારી કંપની હાલ ખોટમાં ચાલે છે અને તમારા ડિપોઝિટના પિયા આપી શકીશું નહીં. તમારા પિયા અમદાવાદ ખાતે અમારી કંપનીની મેઇન ઓફિસ ખાતેથી તમારા ખાતામાં જમા થશે પરંતુ પિયા જમા ન થતા. ફરિયાદીએ એકાદ વર્ષ પૂર્વે અમદાવાદની ઓફિસ જઈ પહેલાં ત્યાં બ મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે, બે ત્રણ મહિનામાં તમારા ખાતામાં પિયા જમા થઈ જશે પરંતુ આજદિન સુધી આ પૈસા જમા ન થતા ફરિયાદી સાથે પિયા ૫.૨૦ લાખની છેતરપિંડી કરનાર યુનિક સ્વયં મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો ઓપરેટિવ સોસાયટીના જવાબદાર ડિરેકટરો વિદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવારંવારની સૂચના અવગણી નડતરપ વાહનો અંગે તંત્રની કાર્યવાહી
April 02, 2025 03:29 PMહસ્તગીરીના ડુંગરની આગ પર કાબુ મેળવવા ફાયર અને વનવિભાગ અસફળ
April 02, 2025 03:29 PMવટામણ-ભાવનગર માર્ગ પર કાર પલ્ટી જતાં કલ્યાણપુરના મહિલાનું મોત
April 02, 2025 03:27 PMઆગ ભભુકી તે જે.કે. કોટેજ ફેક્ટરી પાસે ફાયર NOC તો દૂર રૂડાનું બીયુપી પણ નહીં હોવાનો ધડાકો
April 02, 2025 03:26 PMકરણીસેના તથા હિન્દુ યુવા સંગઠન દ્રારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ
April 02, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech