ધ સ્પાયર, ટાઇમ સ્કવેર વન, સોની બજાર, યાર્ડમાં વધુ છ મિલકતો સીલ કરતી મનપા

  • February 26, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચએ આજે મહા શિવરાત્રીની જાહેર રજાના દિવસે પણ બાકી મિલ્કતવેરો વસૂલવા રિકવરી ડ્રાઇવ ચાલુ રાખીને વેરો નહીં ચુકવતા બાકીદારોની વધુ છ મિલકતો સીલ કરી હતી તેમજ બપોર સુધીમાં રૂ.૩૯.૨૧ લાખની રિકવરી કરી હતી.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં એસ.કે ચોકમાં શ્રી ભવન કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-૧૦૫ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી૫૫,૦૦૦, બીઆરટીએસ સ્ટોપ નજીક શીતલ પાર્ક ચોકમાં સ્પાયર બિલ્ડીંગમાં ફિફ્થ ફ્લોર પર શોપ નં.૫૦૭ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૦,૮૮૧, ગાંધીગ્રામમાં પરિશ્રમ એડ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૩.૩૬ લાખ, વોર્ડ નં.૩માં અયોધ્યા સર્કલ પાસે ટાઇમ સ્કેવર-૧માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૭૦,૦૦૦, અયોધ્યા સર્કલ પાસે ટાઈમ સ્કેવર-૧માં ઓફીસ નં.૯૦૮ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૩,૨૭૫, ઉપરાંત

બાવાજીરાજ રોડના કોર્નર ઉપર એક યુનિટ સીલ, વોર્ડ નં.૪માં સદગુરુનગરમાં લાતી પ્લોટ શેરી નં.૫ માં એક યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૨.૪૪ લાખ, વોર્ડ નં.૫માં સંત કબીર રોડ ઉપર નંદુબાગ સોસાયટીમાં શેરી નં.૬ માં એક યુનિટને સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૩.૩૬ લાખ, સંતકબીર રોડ જલ ગંગા ચોકમાં બ્રાહ્મણીયાપરા શેરી નં.૧૦માં રવેચી હોટેલ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૪,૪૫૨,

માર્કેટિંગ યાર્ડમાં શોપ નં.આઇ-૩૩ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૦,૪૫૦, વોર્ડ નં.૭માં પંચનાથ પ્લોટમાં પેસિફિક ફર્નીચર ફિફ્થ ફ્લોર ઓફીસ નં.૫૦૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧ લાખ, સોનીબજારમાં સવજીભાઈની શેરીમાં આવેલા મારુતી મેન્શનમાં થર્ડ ફ્લોર પર શોપ નં.૩૦૭ સીલ,સોનીબજારમાં જે.પી ટાવરમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં.૨ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરીમાં રૂ.૧.૦૧ લાખનો ચેક આપેલ,

સોનીબજારમાં જે.પી ટાવરમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-૮ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૭૧,૩૦૦,

સોનીબજારમાં સરકાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-૧૦ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧.૦૮ લાખ, ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પંપ પાસે જે.એન.બી કેમિકલ્સની નવી આકારણી અંતર્ગત રિકવરી રૂ.૧.૨૭ લાખ, વોર્ડ નં.૧૫માં કોઠારીયા રીંગરોડ પર એમ.કે. ઇન્ડ એરિયામાં ૨-યુનીટને સીલ, ૮૦ ફુટ રોડ હ્યુન્ડાઈ શો રૂમ સામે સત્યમ રીવર વ્યુ વિંગ-એચ ગ્રાઉન્ડ ફ્લોરમાં શોપ નં ૧૪ને સીલ, નવા થોરાળા વિસ્તારમાં કુબલીયા પરામાં ૧-યુનીટને સીલ, વોર્ડ નં.૧૮માં ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક સામે ૧-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૨,૪૨૯, ગોંડલ હાઇવે ઉપર પરફેક્ટ ડીલક્સ કોલ્ડ્રીંક્સને સીલ, માલધારી ફાટક પાસે સિલ્વર ઈન્ડ એરિયામાં પ્લોટ નં-૮માં ૧-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૬૨,૩૧૩, માલધારી ફાટક પાસે શુભમ ઈન્ડ એરિયામાં પ્લોટ નં.૨૮માં ૧ યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૭૬,૫૬૬, રેલ્વે ફાટક પાસે એટલાસ ઈન્ડ એરિયામાં એક યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૫૬,૬૦૧ સહિતની કાર્યવાહી કરાઇ હતી.

બેન્ક ઓફ બરોડા પાસેથી કોર્ટના ચુકાદા અન્વયે રૂ.૨૬.૩૩ લાખનો વેરો વસુલ્યો

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના  વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ ઉપર ઉદ્યોગભવન ફર્સ્ટ ફ્લોર ઉપર કાર્યરત બેંક ઓફ બરોડા-મવડી શાખા સામે કોર્ટના ચુકાદા અંતર્ગત રૂ.૨૬.૩૩ લાખની મિલકત વેરા વસુલાત કરાઇ હતી.ઉપરોક્ત કાર્યવાહી ડેપ્યુટી મ્યુનિ.કમિશનર સી.કે.નંદાણી તથા આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્વારા કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application