દશેરાએ ફરસાણ, મિઠાઇ, ડેરીફાર્મની ૪૫ દુકાનોમાં મહાપાલિકાના દરોડા

  • October 24, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દશેરાના તહેવાર નિમિતે મિઠાઇ, ફરસાણનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગ ચીફ હેલ્થ ઓફિસર ડો. જયેશ એલ.વકાણીના માર્ગદર્શન હેઠળ મિઠાઇ તથા ફરસાણની દુકાનો અને ઉત્પાદન કેન્દ્રો સહિત કુલ ૪૫ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ૪૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા.વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ફુડ સેટી ઓફિસર ડો. હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ફડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ દશેરાના તહેવાર નિમિતે મિઠાઇ, ફરસાણ અને ડેરીફાર્મની ૪૫ દુકાનોમાં સામુહિક દરોડા કાર્યવાહી હાથ ધરી કુલ ૪૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) ધારી મીઠાઈનું સેમ્પલ સ્થળ– શ્રધ્ધા ડેરી ફાર્મ એન્ડ નમકીન, કેનાલ રોડ, કુંભારવાડા–૧૦ ની સામે, (૨) કાજુકતરી મીઠાઇનું સેમ્પલ સ્થળ– જય સીતારામ ડેરી ફાર્મ, ૪– મહાદેવવાડી, આઇસ ફેકટરીની બાજુમાં, લમીનગર મેઇન રોડ (૩) રસ મલાઇ મીઠાઇનું સેમ્પલ સ્થળ– જય સીતારામ ડેરી ફાર્મ, રાજયોગી ટાવર, ગુ પ્રસાદચોક, કૃષ્ણનગર મેઇન રોડ (૪) બટર સ્કોચ બરફીનું સેમ્પલ સ્થળ–શ્યામ ડેરી ફાર્મ, શ્રીનાથજી ટાવર સામે, અંબા આશ્રિત કોમ્પ્લેક્ષ, પંચવટી મેઇન રોડ (૫) કેસર ગુલકદં બરફીનું સેમ્પલ સ્થળ– સિયારામ સ્વીટસ, કોટેચાનગર મેઇન રોડ, નુતનનગર કોમ્યુ હોલ પાસે, બજરગં ફરસાણ સામે (૬) ગ્રીન એવર ગા યનું શુધ્ધ ઘી ૨૦૦ એમએલ પેકિંગ જારનું સેમ્પલ સ્થળ– રઘુવીર પ્રોવિઝન, દેવપરા શાક માર્કેટ, દુકાન નં.૭, સ્કૂલ નં.૬૩ વાળી શેરી, કોઠારીયા રોડ (૭) શુધ્ધ ઘીનું સેમ્પલ સ્થળ– દિલીપ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, દેવપરા શાક માર્કેટની સામે (૮) ગુલાબ કતરી, સ્થળ– અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, (૯) માવાના પેંડા (લુઝ) સ્થળ– ઘનશ્યામ પેંડાવાળા, નીલકઠં પાસે, કોઠારીયા રોડ, (૧૦) મીઠા સાટા સ્થળ– અનમોલ ફરસાણ, હડકો પોલીસ ચોકી પાસે, ગામ –કોઠારીયા (૧૧) જલેબી સ્થળ– અનમોલ ફરસાણ, હડકો પોલીસ ચોકી પાસે, ગામ –કોઠારીયા (૧૨) મગજની બરફી, સ્થળ– આઇ મોગલ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ, ફાયર બ્રિગેડની બાજુમાં, (૧૩) જલેબી સ્થળ–જલારામ ફરસાણ, કોઠારીયા રોડ, ફાયર બ્રિગેડની બાજુમાં (૧૪) પાપડી ગાંઠિયા, સ્થળ– શ્રીગણેશ ડેરી ફાર્મ, આશાપુરાનગર, કોઠારીયા મેઇન રોડ (૧૫) મીઠા સાટા સ્થળ– શ્રીગણેશ ડેરી ફાર્મ, આશાપુરા નગર, કોઠારીયા મેઇન રોડ (૧૬) મીઠા સાટા સ્થળ– રઘુવંશી જનતા તાવડો, હડકો પોલીસ ચોકી પાસે કોઠારીયા મેઇન રોડ (૧૭) મેસુબ ટોપરા, સ્થળ– સંતોષ ફરસાણ, કોઠારીયા મેઇન રોડ (૧૮) ટીકડી સાટા, સ્થળ– સંતોષ ફરસાણ, કોઠારીયા મેઇન રોડ, (૧૯) કીવી માર્વેલ મીઠાઇ સ્થળ– મહેશ વિજય ડેરી ફાર્મ, ડેસ્ટિનેશન પ્લાઝા, અમીન માર્ગ (૨૦) મોહન થાળ સ્થળ– મેસન, યુનિવર્સિટી રોડ (૨૧) મોગોલ મોગુ મીઠાઇ સ્થળ– મેસન, યુનિવર્સિટી રોડ, (૨૨) પાઈનેપલ બાટી મીઠાઇ સ્થળ– પટેલ સ્વીટ એન્ડ ડેરી ફાર્મ, ન્યુ એમ્પાયર, યુનિવર્સિટી રોડ (૨૩) કાજુ જામફળ મીઠાઇ સ્થળ– પટેલ સ્વીટ એન્ડ ડેરી ફાર્મ, ન્યુ એમ્પાયર, યુનિવર્સિટી રોડ, (૨૪) કેસર પિસ્તા બરફી સ્થળ– જય ભારત ડેરી ફાર્મ, ઇન્દિરા સર્કલ બાજીમાં, (૨૫) ધારી મીઠાઇ સ્થળ– જય ભારત ડેરી ફાર્મ, ઇન્દિરા સર્કલ બાજુમાં (૨૬) મથુરા પેંડા સ્થળ– વિશાલ ડેરી ફાર્મ, મંગળા રોડ, રાજયોગ એપાર્ટમેન્ટ (૨૭) તીખા ગાંઠિયા સ્થળ– રાજ મંદિર ફરસાણ, વિરાણી ચોક, એસબીઆઇ સામે, ટાગોર રોડ (૨૮) જલેબી સ્થળ– રાજ મંદિર ફરસાણ, વિરાણી ચોક, એસ.બી.આઇ. સામે, ટાગોર રોડ (૨૯) ફલવડી સ્થળ– શ્રી રામ ફરસાણ, અમૂત ક્રેડિટ સોસાયટી પાસે, નાના મવા રોડ, (૩૦) પાપડી ગાંઠિયા સ્થળ– શ્રી રામ ફરસાણ, અમૂત ક્રેડિટ સોસાયટી પાસે, નાના મવા રોડ (૩૧) બેસનનો મેસુબ સ્થળ– જલીયાણ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ,જી.ઇ.બી સામે, નાના મવા રોડ (૩૨) મેથી ગાંઠિયા સ્થળ– જલીયાણ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ,જી.ઇ.બી સામે, નાના મવા રોડ (૩૦) મીઠી બુંદી (લુઝ): સ્થળ– યોગી ફરસાણ માર્ટ, ખીજળાવાળો રોડ, ચ્ંદ્રેશનગર પાસે (૩૪) ગુલાબ પૂરી, સ્થળ– યોગી ફરસાણ માર્ટ, ખીજળા વાળો રોડ, ચ્ંદ્રેશનગર પાસે (૩૫) ગુલાબ જાંબુ, સ્થળ– જલારામ જાંબુ, ખીજળાવાળો રોડ, ચ્ંદ્રેશનગર શાક માર્કેટ પાસે (૩૬) જલેબી સ્થળ– હરભોલે ફરસાણ, ખીજળા વાળો રોડ (૩૭) તીખી પાપડી ગાંઠિયા, સ્થળ– યશ સ્વીટ માર્ટ, ખીજળા વાળો રોડ (૩૮) મીઠા સાટા સ્થળ– યશ સ્વીટ માર્ટ, ખીજળા વાળો રોડ (૩૯) પિસ્તા રોલ (લુઝ): સ્થળ– શ્રી રાઘવેન્દ્ર સ્વીટસ, નાનામવા રોડ, સત્યસાઈ રોડ કોર્નર (૪૦) આર.જે.બાઇટ રોસ્ટેડ ચીઝ બોલ્સ ૯૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ, સ્થળ– શ્રી રાઘવેન્દ્ર સ્વીટસ, નાના મવા રોડ, સત્યસાઇ રોડ કોર્નર, (૪૧) ફાફડા ગાંઠિયા સ્થળ– બજરગં ફરસાણ, કોટેચાનગર મેઇન રોડ (૪૨) શુધ્ધ ઘીની જલેબી સ્થળ– શ્રી પંચનાથ નમકીન સેન્ટર, સદર બજાર મેઇન રોડ (૪૩) ફાફડા સ્થળ– પંચનાથ નમકીન સેન્ટર, સદર બજાર મેઇન રોડ, રાજકોટ. (૪૪) ફાફડા ગાંઠિયા, સ્થળ– જોકર ફરસાણ, કેનાલ રોડ કોર્નર (૪૫) જલેબી મીઠાઇ (લુઝ): સ્થળ– જોકર ફરસાણ, કેનાલ રોડ કોર્નર સહિતનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application