મિસ્ટર મ્યુનિસિપલ કમિશનર, હ્યુમન લોસની ભરપાઇ આર્થિક સહાયથી થઇ શકે ખરા ?

  • April 16, 2025 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઇન્દિરા સર્કલ નજીક સીટી બસએ સર્જેલા હીટ એન્ડ રનમાં ચાર નાગરિકોના મૃત્યુ અને ચાર નાગરિકોને ઈજા પહોંચ્યાની ઘટના મામલેઆજકાલ દૈનિક સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને આ અકસ્માત મામલે ઉદાહરણ રૂપ કાર્યવાહી કરવામાં આવશે.​​​​​​​


હિટ એન્ડ રનની આ ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનરને આજકાલ દૈનિક દ્વારા પુછાયેલા પ્રશ્નો અને કમિશનરે તે અંગે આપેલા પ્રત્યુતર અક્ષરશ: અત્રે પ્રસ્તુત છે.​​​​​​​

પ્રશ્ન-૧ સિટીબસો અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જે છે, આવું કેમ બને છે ?

મ્યુનિ.કમિશનર: અત્યારે અમારૂ ફોક્સ આજે સર્જાયેલા અકસ્માત ઉપર છે.

પ્રશ્ન-૨ અકસ્માત સર્જ્યો તે સિટી બસનો ડ્રાઇવર નશાયુક્ત હાલતમાં હોવાની ચર્ચા છે, સત્ય શું ?

મ્યુનિ.કમિશનર: આવી ચર્ચા ધ્યાન ઉપર આવી છે, મેડિકલ રિપોર્ટ આવે તેવી રાહ જોઇએ છીએ.

પ્રશ્ન-૩ સિટી બસો તદ્દન નવી છે તેથી બસની ફિટનેસ સારી જ હોય તો શું ડ્રાઇવરોની બેદરકારીને કારણે જ અકસ્માત સર્જાય છે ?

મ્યુનિ.કમિશનર: અમે તપાસ કરીએ છીએ, પગલાં લેવાશે.

પ્રશ્ન-૪ સાંઢીયા પુલના ડાયવર્ઝનના કારણે દોઢ વર્ષથી અનેક એસટી બસો રાજમાર્ગો ઉપરથી ચાલે છે પરંતુ એસટી બસએ એક પણ અકસ્માત સર્જયો નથી તો આ વિશે શું કહેશો ?

મ્યુનિ.કમિશનર: બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થશે.

પ્રશ્ન-૫ સિટી બસની બ્રેક ફૅઇલ જતા અકસ્માત સર્જાયો તેવી વાત ચર્ચાઇ રહી છે તે વિશે શું કહેશો ?

મ્યુનિ.કમિશનર: તપાસ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે.

પ્રશ્ન-૬ ડ્રાઇવર-સંચાલક એજન્સી સામે શું પગલાં લેશો ?

મ્યુનિ.કમિશનર: તાત્કાલિક અસરથી ડ્રાઇવરને ફરજ ઉપરથી ટર્મિનેટ કર્યો છે, એજન્સી સામે પણ પગલાં લેશું.

પ્રશ્ન-૭ હ્યુમન લોસની ભરપાઇ આર્થિક સહાયથી થઇ શકે ખરા ?

મ્યુનિ.કમિશનર: ક્યારેય ન થઇ શકે. અમે મહત્તમ સહાય કરીશું, સમગ્ર મામલે ઉદાહરણરૂપ કાર્યવાહી થશે. આવી ઘટના ન બનવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application