BREAKING NEWS

જૂનાગઢમાં મનપા કમિશનરની કાર્યવાહી કન્સ્ટ્રકશન એજન્સીને ૨.૨૫ લાખનો દંડ

  • July 06, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં બે દિવસ પૂર્વે બાઈક ચાલક ખાડામાં પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ કમિશનરે તપાસના આદેશ કર્યા હતા અને સાઈડ એન્જિનિયરને બરતરફ કર્યા છે. તેમજ બેદરકારી અને સુપરવિઝનમાં ક્ષતિ બદલ બે કોન્ટ્રાકટ એજન્સીને રૂા. ૨.૨૫ લાખનો દડં ફટકાર્યેા છે. તેમજ વોટર વર્કસ કાર્યપાલક ઇજનેરને પણ કારણદર્શક નોટિસ પાઠવી હતી.
આઝાદ ચોકમાં બે દિવસ પૂર્વે પાણી ભરેલા ખાડામાં મોટરસાયકલ ખુપી જતા દંપતી ફટકાયા હતા અને ચાલકને ઈજા થઈ હતી. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો અને ત્યારબાદ કમિશનર પ્રભવ જોષીએ તપાસના આદેશ આપ્યા હતા. રિપોર્ટ ના આધારે કમિશનરે અમરેલીની  વિ.સી. પ્રોજેકટ એન્ડ ઇન્ફ્રા પ્રા. લી. ના કોન્ટ્રાકટરને કામમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ . ૧.૫૦ લાખ દડં ફટકારવામાં આવ્યો છે, તેમજ એજન્સીને નોટિસ પાઠવી તેમના સાઇટ એન્જીનીયરને  ફરજ પરથી દૂર કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત, સુરતની પ્રોજેકટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ  એજન્સી ગ્રીન ડીઝાઇન એન્ડ એન્જીનિયરીંગ સર્વીસ પ્રા.લીને સુપરવિઝનમાં ક્ષતિ બદલ . ૭૫ હજારનો દડં કરી નોટિસ પાઠવી ખુલાસો આપવા તેમજ સુપર વિઝન કરતા સાઇટ ઇજનેરને તાત્કાલિક હટાવવા આદેશ કર્યા છે. મહાનગરપાલિકા દ્રારા બે એજન્સીને બેદરકારી તથા સુપરવિઝનમાં ક્ષતિ બદલ રૂા. ૨.૨૫ લાખનો દડં ફટકાર્યેા છે. આ ઉપરાંત કમિશનરે  વોટરવકર્સ શાખાના પ્રોજેકટ  અને કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચાવડાને પણ કારણદર્શક નોટિસ પાઠવી છે.
તત્રં દ્રારા  બનાવના સ્થળે તાત્કાલિક પુન: વેટમિકસ મટીરીયલ ભરી, પ્રોપર કમ્પેકશન કરી પોટ–હોલ ફિલિંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ સ્થળ પર મહાનગરપાલિકા અને એજન્સીના ટેકનિકલ ઇજનેરો દ્રારા  તપાસ ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે યોગ્ય બેરીકેટીંગ કરીને વાહન વ્યવહાર હંગામી ધોરણે બધં રાખવામાં આવ્યો છે. તત્રં દ્રારા ૧૫ દિવસ પૂર્વે વેટમિકસ મટીરીયલ ભરીને રસ્તો વાહનોની અવરજવર માટે લાયક (મોટરેબલ) કરવામાં આવ્યો હતો. પરંતુ તા.૧ જુલાઈની રાત્રિના અતિશય વરસાદ થવાના કારણે ઢાળવાળા વિસ્તારમાં પાણીના ભારે પ્રવાહને લીધે આ વેટમિકસ મટીરીયલનું ધોવાણ થયું હતું અને ત્યાં ખાડો પડો હતો, જેમાં પાણી ભરાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકની  મેયર ધર્મેશ પોશીયા તેમજ ડે.મેયર આકાશભાઈ કટારાએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને યોગ્ય સારવારની ખાતરી સાથે સાંત્વના પાઠવી હતી. તેમજ વિકાસ કામોમાં કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેવી કમિશનરે ચીમકી આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News