છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં રહેતા વઘાસીયા ચોરા પાસે રહેતા અમઝદભાઇ ઇકબાલભાઇ લુલાણીયા(ઉ.વ ૩૪) નામના વેપારીએ ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇના વીલેપાર્લે વેસ્ટમાં રહેતા નીહીર ભરતભાઇ ગોરાડીયા અને ભરત મનસુખભાઇ ગોરાડીયાના નામ આપ્યા છે.વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ધોરાજીમાં અલવી એઝીમ નામની કંપની આવેલી છે ત્યાંથી ઇન્પોર્ટ એકસપોર્ટનું કામ કરે છે. ધંધા માટે વેબીંગ બેલ્ટની જરૂરિયાત રહેતી હોય જેથી તેમણે ઓનલાઇન સર્ચ કરતા ગોરડીયા સેફટી પ્રોડકટસ પ્રા.લી નામની કંપની વિશે માહિતી મળી હતી.જેથી તેમણે અહીં આપેલા નંબર પર ફોન કરી સંપર્ક કર્યો હતો.ભરત ગોરડીયાએ તેમની સાથે વાત કર હતી.જેમાં ફરિયાદીએ તેમને વેબીંગ બેલ્ટની જરૂરિયાત હોવાની વાત કરતા ભરત ગોરડીયાએ તમારે તમારે કેટલો ઓર્ડર આપવો છે? તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, ૨૦ ટન વેબીંગ બેલ્ટનો ઓર્ડર લખાવવો છે.જેથી ભરતે કહ્યું હતું કે, હું તમારી ઓર્ડર ઇન્કવાયરી લખી લઉં છું.
આ વાતચીત થયાના પાંચ દિવસ બાદ ફરિયાદી તથા તેમનો પીતરાઇ ભાઇ ઇમરાન બંને વસઇ ગયા હતા અહીં અહીં જોતા સેફટી બેલ્ટની ગુણવત્તા સારી હોય તેમણે નીહીર અને ભરત સાથે ભાવ તાલ નક્કી કરી ૨૦ ટન વેબીંગ બેલ્ટનો ઓર્ડર આપ્યો હતો.જેની કિંમત રૂ.૩૬.૧૨ લાખ થતી હતી.જેમાં ૫૦ ટકા એડવાન્સ રકમ ચૂકવવાની હોય જેથી ફરિયાદીએ કંપનીના એકાઉન્ટમાં કુલ રૂ.૧૮ લાખ જમા કરાવ્યા હતાં.કંપનીએ નક્કી કર્યા મુજબનો માલ મોકલ્યો ન હતો.કંપની તરફથી યોગ્ય જવાબ પણ મળ્યો ન હતો.તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ ફરિયાદી ફરી મુંબઇ વસઇ સ્થિત ગોરાડીયા સેફટી પ્રોડકટસ પ્રા.લી. ખાતે ગયા હતા અને કંપનીના માલિક નિહિર અને ભરત સાથે વાત કરતા તેણે કંપનીના લેટરપેડ પર લખી આપેલ કે,અમારી કંપની તમને તા.૨૫/૧૦/૨૦૨૪ થી તા.૫/૧૧/૨૦૨૪ સુધીમાં માલ ડિલિવર કરી આપશે.જો માલ ન પહોંચે તો જમા કરાવેલા રૂપિયા પરત કરાશે.
બાદ કંપનીએ કંપીનીએ ૨૦ ટનના બદલે માત્ર ૩ ટન ૯૫૨ કિલો વેબીંગ બેલ્ટ જેની રૂ.૭,૧૩,૮૧૯ નો માલ આપ્યો હતો.તેમજ ફરિયાદીને ચેક આપ્યા હતા જે ચેક વટાવવા નાખતા વગર વસૂલાતે પરત ફર્યા હતાં.આમ વેપારી પાસેથી ઓર્ડર લઇ તેનું ૫૦ ટકા એડવાન્સમાં પેમેન્ટ લઇ તેમાંથી થોડો માલ મોકલી વેપારી સાથે રૂ.૧૦,૯૨,૨૬૮ ની ઠગાઇ કર્યા અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech