મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીને બાથમમાં નહાવાને લઈને અન્ય કેદીઓ સાથે ઝઘડો થયા બાદ મામલો વધુ વણસ્યો હતો અને લોહિયાળ અંજામ આવ્યો હતો જેમાં અન્ય ૫ કેદીએ સાથે મળીને આરોપીને ગટરની લોખંડની જાળીથી એટલો માર્યેા કે મોત થઈ ગયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો.
વિગતો મુજબ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક દોષિતને કોલ્હાપુરની કલમ્બા જેલમાં માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ૫૯ વર્ષીય મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્નાને પાંચ કેદીઓએ એટલો માર માર્યેા કે તેનું મોત થઈ ગયું. પોલીસે આ માહિતી આપી હતી. મુન્નાએ પોતાનું નામ મનોજ કુમાર ભવરલાલ ગુા પણ રાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે, કેદીઓએ તેના પર કોંક્રીટની બનેલી ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણ વડે હુમલો કર્યેા હતો. મુન્ના પર ટાઈગર મેમણને મુંબઈથી રાયગઢ સુધી આરડીએકસ અને હથિયારો લઈ જવામાં મદદ કરવાનો આરોપ હતો.
કેદીઓ અને આરોપી વચ્ચે લાંબા સમયથી તનાવ હતો જ
આ તરફ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્પમલાખોર કેદીઓ અને મુન્ના વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. મુંબઈ બ્લાસ્ટ કેસના ચાર દોષિતો કલમ્બા જેલમાં છે. તેમની સુરક્ષા માટે તેમને સામાન્ય કેદીઓથી અલગ રાખવામાં આવશે. જેલ ડીઆઈજી સ્વાતિ સાઠેએ કહ્યું કે, જો જર પડશે તો બાકીના દોષિતોને અન્ય જેલમાં ખસેડવામાં આવશે. મુન્નાને ૨૦૧૩માં કલમ્બા જેલમાં લાવવામાં આવ્યો હતો. તેણે ૧૪ વર્ષની સજા પૂરી કરી હતી અને તે થોડા સમય માટે જેલની બહાર હતો. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે તેની સજાને આજીવન કેદમાં વધારી દીધી હતી. મુન્ના પર ટાઈગર મેમણને મુંબઈથી રાયગઢ સુધી આરડીએકસ અને હથિયારો લઈ જવામાં મદદ કરવાનો આરોપ હતો
કોણ હતા હુમલાખોરો ?
હુમલાખોરોની ઓળખ પ્રતિક ઉર્ફે પિલ્યા સુરેશ પાટીલ, દીપક નેતાજી ખોટ, સંદીપ શંકર ચવ્હાણ, ઋતુરાજ વિનાયક ઇનામદાર અને સૌરભ વિકાસ તરીકે કરવામાં આવી છે. કોલ્હાપુર પોલીસે પાંચ લોકો વિદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે, ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. ૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા.
જેલ ડીઆઈજીએ શું કહ્યું?
જેલ ડીઆઈજી સ્વાતિ સાઠેએ જણાવ્યું હતું કે, ૫૯ વર્ષીય મુન્ના ઉર્ફે મોહમ્મદ અલી ખાન પર બાથમમાં નહાવાને લઈને અન્ય કેદીઓ સાથે ઝઘડો થયા બાદ પહેલા હત્પમલો કરવામાં આવ્યો હતો. જો કે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ખાન હત્પમલાનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. ખાન મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન માથાકૂટ વચ્ચે કેટલાક અન્ડરટ્રાયલ કેદીઓએ ગટરની ઉપરથી લોખંડની જાળી ઉપાડી અને તેનાથી ખાનને માથા પર માર્યેા જેના પછી તે જમીન પર પડો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યેા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech