ઉર્ફી જાવેદની બધી હવા નીકળી ગઈ, આ કારણે મુંબઈ પોલીસે નોંધી FIR

  • November 04, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉર્ફી જાવેદની બધી હવા નીકળી ગઈ


ખોટો વીડિયો બનાવવ બદલ મુંબઈ પોલીસે નોંધી એફઆઈઆર

મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં તેના તેમજ વીડિયોમાં સામેલ વ્યક્તિઓ પર ઈન્ડિયન પીનલ કોડની વિવિધ 4 કલમો લગાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ ઉર્ફીએ વીડિયો બનાવીને કર્યો છે.

અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અવનવા કારનામાને કારણે રોજે રોજ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં ચમકે છે. આ વખતે જ્યારે ઉર્ફી જાવેદે તેની ધરપકડને લઈને એક બનાવટી વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહી તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો. ત્યારે તેની મુશ્કેલીઓ ખરેખર વધી ગઈ.


મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં તેના પર ઈન્ડિયન પીનલ કોડની વિવિધ 4 ધારાઓના સરેઆમ ભંગ કરાયો હોવાનું જણાવાયું છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે, ઉર્ફીએ પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. આવી સ્થિતિમાં ઉર્ફી જાવેદ વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કમલ 171, 149, 500 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.સવારે ઉર્ફી જાવેદની ટૂંકા કપડા પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં બે મહિલા પોલીસ ઉર્ફીને એક જગ્યાએ બહાર બોલાવે છે અને તેની સાથે વાતચીત કરીને તેની સાથે આવવા કહે છે. પછી એક કાળા રંગના વાહનમાં બેસાડીને લઈ જતા દર્શાવવામાં આવે છે.


ઉર્ફી જાવેદની ધરપકડનો બનાવટી વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે મરાઠી ભાષામાં ટ્વીટ કરીને ઓશિવરા પોલીસ મથકે એફઆઈઆર થઈ હોવાની વિગતો જાહેર કરી હતી.આ ઉપરાંત મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ એક પોસ્ટ મુકીને ઉર્ફી જાવેદના વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવાયું છે કે પોલીસના ડ્રેસનો દુરપયોગ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિની અટકાયત કરવા સાથે વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલ વાહન જપ્ત કરવામાં  આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application