Mumbai Hoarding Collapse: મુંબઈ હોર્ડિંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 17ના મોત, SIT કરી રહી છે તપાસ

  • May 23, 2024 12:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં 13 મેના રોજ આવેલા જોરદાર વાવાઝોડાને કારણે હોર્ડિંગ પડી જવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે હોર્ડિંગ પડવાની ઘટનામાં ઘાયલ રાજુ સોનવણે (52)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.


મહારાષ્ટ્રના મુંબઈમાં એક હોર્ડિંગ પડી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની વાત કરીએ તો ઘાટકોપર વિસ્તારમાં 13 મેના રોજ આવેલા જોરદાર વાવાઝોડાને કારણે હોર્ડિંગ પડી જવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે હોર્ડિંગ પડવાની ઘટનામાં ઘાયલ રાજુ સોનવણે (52)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.


અગાઉ, હોર્ડિંગ પડવાની આ ઘટનામાં અધિકારીઓએ ATCના નિવૃત્ત જનરલ મેનેજર (GM) અને તેમની પત્ની સહિત 16 લોકોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં 75 લોકો ઘાયલ પણ થયા છે.


એક અધિકારીએ જણાવ્યું કે, ઘટનાના એક દિવસ પછી ઘાયલોને સારવાર માટે KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાટકોપરના છેડાનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વિશાળ કદના ગેરકાયદે હોર્ડિંગ લગાવનાર જાહેરાત કંપનીના ડિરેક્ટર ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 26 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.


એક સમાચાર એડજન્સી પ્રમાણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આની તપાસ માટે છ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. SITએ પણ તપાસ શરૂ કરી છે. SITએ મુખ્ય આરોપી ભાવેશ ભીંડેના ઘરે તપાસ કરી છે. તેણે ત્યાંથી મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. તેના અલગ-અલગ બેંકોમાં સાત ખાતા ટ્રેસ કરવામાં આવ્યા છે.


પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ભીંડેને હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો અને તેમાંથી તેણે કેટલી કમાણી કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. એસઆઈટીએ ભાવેશ ભીંડેની કંપનીના કેટલાક અધિકારીઓના નિવેદન પણ નોંધ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News