દ્વારકા-જામનગરમાં પદયાત્રીઓના સેવા કેમ્પોની મુલાકાત લેતા મુળુભાઇ બેરા

  • March 10, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પુણ્યનું ભાથું બાંધવા જતા પદયાત્રીઓને સલામતી તથા ઝીરો વેસ્ટ અભિગમને અપનાવવા મંત્રીએ કર્યું આહવાન: ઉત્સવોના ઉમંગની સાથે પયર્વિરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે: મંત્રી મુળુભાઇ બેરા


દ્વારકા ખાતે આસ્થા અને પુણ્યનું ભાથું બાંધવા માટે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે બહોળી સંખ્યામાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીઓ દ્વારા દ્વારકા જિલ્લામાં વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વન અને પયર્વિરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઈ દ્વારકા જતા પદયાત્રીઓને પ્રોત્સાહિત કયર્િ હતાં.


મંત્રીએ દ્વારકા જિલ્લામાં આવેલ વિવિધ સેવા કેમ્પો જેવા કે બહાદુરસિંહ વાઢેર દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ અન્ન ક્ષેત્ર, એસ્સાર કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પ, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આયોજિત કેમ્પ, સેવા આનંદ કેમ્પ, દ્વારકાધીશ મિત્ર મંડળ સહિતના કેમ્પોની મુલાકાત લઈ યાત્રાળુઓ ખબર અંતર પૂછ્યા હતા તેમજ યાત્રાળુઓને ભોજન પીરસી સેવાનો અવસર મેળવ્યાની લાગણી અનુભવી હતી.


દ્વારકાથી મળતો સંદેશો જણાવે છે કે, મંત્રીએ સ્વામી નારાયણ મંદિર પાસે અગ્રણી વિજયભાઈ નંદાણીયા દ્વારા આયોજિત રાધે ક્રિષ્ના પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાળા યાત્રાની જેમ દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પણ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, નગરપાલિકાઓ, જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેવા કેમ્પો બંધ થયે જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આસ્થાના પર્વમાં ભગવાન દ્વારકાધીશ સંગ હોળી ધૂળેટીના તહેવાર ઉજવવા માટે જતા યાત્રાળુઓ પ્રદૂષણમુક્ત પયર્વિરણ મળે તેવા ઉમદા આશય સાથે રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે  સામાજિક અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્વયંસેવકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંચાલિત વેસ્ટ એકત્રિત કરવાના વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા તેમજ પયર્વિરણ પ્રદૂષણ અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


મુળુભાઈ બેરાએ નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકો દ્વારા યાત્રાળુઓને આપવામાં આવતું સેવાઓનું નિરીક્ષણ તેમની મહેનતને બિરદાવી હતી તેમજ દ્વારકા જતા પદયાત્રાનો ઝીરો વેસ્ટનો સંકલ્પ બનાવી સ્વચ્છતા જાળવવા માટે  અપીલ કરી હતી. વિવિધ સેવા કેમ્પો ખાતે વિશ્રામ કરવા રોકાયેલા  યાત્રાળુઓ સાથે મંત્રીએ વાતર્લિાપ કરી સાવચેતી અને સલામતી સાથે યાત્રા પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News