ઇઝરાયલના તેલ અવીવ શહેરની ત્રણ બસોમાં એક પછી એક જોરદાર વિસ્ફોટ થયા. આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇઝરાયલી પોલીસ તેને શંકાસ્પદ આતંકવાદી હત્પમલા તરીકે જોઈ રહી છે. આ વિસ્ફોટો બાટ યામમાં થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમણે બે અન્ય બસોમાં લગાવેલા વિસ્ફોટકોને પણ ડીયુઝ કર્યા હતા. આ હત્પમલાઓ બાદ, પરિવહન મંત્રી મીરી રેગેવે વિસ્ફોટક ઉપકરણોની તપાસ માટે દેશની તમામ બસ, અને રેલ સેવાઓ બધં કરી દીધી છે.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાટઝે આઈડીએફને પશ્ચિમ કાંઠાના શરણાર્થી શિબિરોમાં સક્રિયતા વધારવાનો આદેશ આપ્યો છે. આઈડીએફ અને શિન બેટ આ હત્પમલાઓની તપાસ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિગમાં ઉભેલી એક બસમાં આગ લાગી ગઈ છે. કાર સળગતી જોવા મળી. તેલ અવીવ જિલ્લા પોલીસ વડા હૈમ સરગારોફે જણાવ્યું હતું કે વિસ્ફોટક ઉપકરણોમાં ટાઈમર ફીટ કરવામાં આવ્યા હતા. એવું લાગે છે કે આ ઉપકરણો પર કંઈક લખ્યું હતું. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપકરણો પર બદલાની ધમકી લખેલી હતી. તેમણે કહ્યું કે આ હત્પમલામાં કેટલા લોકો સામેલ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.
એક ટેલિગ્રામ ચેનલ દ્રારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપણા શહીદોના બલિદાનને ભૂલી શકાય નહીં. આ ટેલિગ્રામ ચેનલ હમાસની કહેવાતી તુલકારેમ બટાલિયનની છે. જોકે, તેણે હત્પમલાની સીધી જવાબદારી લીધી ન હતી.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહના કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન આ બાબતે સતત અપડેટસ લઈ રહ્યા છે અને તેમણે સુરક્ષાનું મૂલ્યાંકન પણ કયુ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લેબનોન અને સીરિયાના કેટલાક ભાગોમાં શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટો થયા હતા. વિસ્ફોટ પહેલા થોડીક સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો. કેટલાક પેજર ખિસ્સામાં જ ફટા હતા, યારે કેટલાક કિસ્સાઓમાં, લોકોએ બીપનો અવાજ સાંભળ્યો અને તેમના ખિસ્સા કે બેગમાંથી પેજર કાઢું કે તરત જ તે ફટા. લોકોના હાથમાં પણ ઘણા પેજર ફટા હતા.
આ વિસ્ફોટમાં ૧૧ લોકો માર્યા ગયા હતા, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટને કારણે ૪૦૦૦ લોકો ગંભીર અથવા થોડા ઘાયલ થયા હતા. ઘણા લોકોના હાથ અને પગને નુકસાન થયું હતું. ૫૦૦ થી વધુ લોકોએ પોતાની આંખો ગુમાવવી પડી. વિસ્ફોટમાં કોઈના ધડને નુકસાન થયું હતું તો કોઈના શરીરનો નીચેનો ભાગ ઉડી ગયો હતો. લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ એક આખં ગુમાવી દીધી હતી યારે બીજી આંખને ખરાબ રીતે નુકસાન થયું હતું. માર્યા ગયેલાઓમાં લેબનીઝ સાંસદોના બાળકો પણ હતા.
લેબનોનમાં પેજર હત્પમલા અંગે, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહએ પુષ્ટ્રિ આપી હતી કે તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર પેજર હત્પમલાને મંજૂરી આપી હતી, જેમાં લગભગ ૪૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૩,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા.
હિઝબુલ્લાહ સામે મોસાદના ગુચર ઓપરેશનના ભાગ પે ઇઝરાયલે આ પેજર્સમાં વિસ્ફોટકો ફીટ કર્યા હતા. હિઝબુલ્લાહે ગોલ્ડ એપોલો નામની તાઇવાનની કંપની પાસેથી લગભગ ૩૦૦૦ પેજરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ આ પેજર લેબનોન પહોંચે તે પહેલાં જ તેમની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પેજર્સ આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે તાઇવાનથી લેબનોન મોકલવામાં આવ્યા હતા. આ હત્પમલાનું કાવતં ઘણા મહિનાઓ પહેલા ઘડવામાં આવ્યું હતું
હમાસે બંધકોના બદલે અન્યના મૃતદેહો મોકલ્યા: ઈઝરાયલ ધુંવાફૂવા
ગઈકાલે હમાસે ચાર ઇઝરાયલી બંધકોના મૃતદેહ સોંપ્યા. આ પછી ઇઝરાયલમાં શોક છવાઈ ગયો. યારે મૃતદેહો સોંપવામાં આવ્યા ત્યારે હમાસે પણ ઉગ્ર વિરોધ કર્યેા. ચાર કાળી શબપેટીઓમાં રહેલા મૃતદેહો રેડ ક્રોસને સોંપવામાં આવ્યા. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં સશક્ર હમાસ સૈનિકો હાજર હતા. આ મામલે મોટો હોબાળો મચી ગયો છે. ઇઝરાયલનું કહેવું છે કે ચાર મૃતદેહોમાંથી એક પણ ઇઝરાયલી બંધકનો નથી. ઇઝરાયલે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ચાર બંધકોમાં શિરી બિબાસ અને તેના બે નાના પુત્રો, એરિયલ અને કફિરના મૃતદેહોનો સમાવેશ થાય છે. ૧૦ મહિનાના કાફિર બિબાસ અને તેના ચાર વર્ષના ભાઈ એરિયલના મૃતદેહ મળ્યા હોવાની પુષ્ટ્રિ થઈ ગઈ છે. આ બાળકોની માતાને પણ બંધક બનાવવામાં આવી હતી. માતા શિરી બિબાસના મૃતદેહની પુષ્ટ્રિ થઈ શકી નથી. ઇઝરાયલ કહે છે કે આ શિરીનો મૃતદેહ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech