મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેકટર તરીકે ૧૯૮૮ બેચના નિવૃત્ત સનદી અધિકારી મુકેશ પૂરીની નિમણૂક કરી છે. બુધવારે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી પૂરી તેમજ નાણાં વિભાગ (ખર્ચ)ના સચિવ પદેથી કે.એમ. ભિમાજીયાની સેવા નિવૃત્ત થયાં હતાં. આ બન્ને અધિકારીઓના વિભાગોનો હવાલો હાલ અન્ય સનદી અધિકારીઓને સોંપવાનો આદેશ સરકારે કર્યેા છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારી પંકજ જોશીને કામ ચલાઉ ગૃહ વિભાગનો હવાલો સોપાયો છે યારે નાણાં ખર્ચનો હવાલો કે કે નિરાલાને સોપાયો છે પાંચ અધિકારીઓને સચિવ તરીકે આપવામાં આવી છે યારે ૧૧ અધિકારીઓને બઢતી સાથે બદલીને આદેશ કરવામાં આવ્યા છે.
રાજયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા બઢતીના હત્પકમ કર્યા છે એમાં આઠ અધિકારીઓને પ્રમોશન અપાયા છે પૈકી પાંચ અધિકારીઓને હાલના સ્થાને જ સચિવ તરીકેના પ્રમોશન આપ્યા છે. જેમાં ડેવલમપેન્ટ કમિશનર સંદીપ કુમારને કૃષિ અને પશુપાલનના સચિવ તરીકે બદલી કરાઇ છે. યારે સુપર ટાઇમ સ્કેલમાં સચિવ તરીકે પ્રમોશન અપાયા છે એમાં કમિશનર જીઓલોજી એન્ડ માઇન્સ ડો ધવલકુમાર કે. પટેલ, એસઓયુ ચીફ એડમિનિસ્ટ્રેટર ઉદિત અગ્રવાલ, ડી સેગના ચીફ એકિઝ. ઓફિસર સુપ્રીતસીંગ ગુલાટીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત મહિલા અને બાળ કલાણના અધિક સચિવ ડો. રણજીત કુમાર સિંઘને સચિવ તરીકે પ્રમોશન આપી આઇસીડીએસના કમિશનર તરીકે નિમણૂક અપાઇ છે.આ જ રીતે ડીસેગના સીઇઓ સુપ્રીતસિંગ ગુલાટીને સચિવ તરીકે પ્રમોશન આપી એ જ સ્થાને નિમણૂક યથાવત રખાઇ છે. યારે હિતેશ કોયાને ડેવલપમેન્ટ કમિશનર તરીકે પ્રમોશન સાથે બદલી કરી છે. ગુજરાત માર્ગ પરિવહન સીએમડી તરીકે એ.એમ. પ્રમોશન સાથે નિમણૂક કરાઇ છે.
સીઇઓ ડી. પી.દેસાઇને એજ સચિવ તરીકે પ્રમોશન અપાયું છે.જીઆઇડીસીના જોઇન્ટ મેનેજિંગ એન.કે.મીનાને ડાયરેકટર ઓફ ફિશરીઝ તરીકે બદલી કરવામા આવી છે. બે દિવસ પહેલા થયેલા બદલીના હત્પકમમાં ફેરફાર કરીને સુરભી ગૌતમને જોઈન્ટ મેનેજિંગ ડાયરેકટર જીઆઇડીસી તરીકે બદલી કરવામાં આવી છે.સરકારે મુકેશ પુરીને નર્મદા નિગમના મેનેજિંગ ડિરેકટર ૩૧ જાન્યુઆરીના રોજ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી મુકેશ પૂરી સેવા નિવૃત્ત થયા હતા. કામચલાઉ રીતે ચાર્જ મુખ્યસચિવ પંકજ જોશી બનાવ્યા છે. યારે એમના વિભાગો બે અલગ અલગ અધિકારીઓને સોંપાયા છે એમાં ગૃહ વિભાગનો હવાલો મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોશીને નવો આદેશ ન થાય ત્યાં સુધી સોંપાયો છે, તોઅધિક મુખ્ય સચિવ, જીએડી, કમલ દયાનીને જીએસએફસીના એમડી તરીકેનો પણ વધારાનો ચાર્જ સોંપાવા સરકારે હત્પકમ કર્યેા છે. આ તરફ નાણાં વિભાગ (ખર્ચ) સચિવ પદેથી કે.એમ. ભિમજીયાની નિવૃત્ત થતાં એમનો ચાર્જ મહિલા અને બાળ વિકાસ કમિશનર કે કે નિરાલાને સોંપાયો છે.
રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એન. કે. મૂછારની નિમણૂક
ગુજરાત સરકાર દ્રારા ગેસ કેડરના ચાર સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં આરજી આલ રેસીડેન્સીયલ એડિશનલ કલેકટર ગીર સોમનાથ તરીકે બદલી કરવામાં આવી છે કે પી જેઠવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને જનરલ મેનેજર નાગરિક પુરવઠા નિગમમાં બદલી કરવામાં આવી છે. એમ એચ પટેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહિલા બાલ કલ્યાણ વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે આર એમ રાયજાદા ડાયરેકટ સુરેન્દ્રનગરને રેસિડેન્સીયલ એડિશનલ કલેકટર પોરબંદર તરીકે મૂકવામાં આવ્યા છે યારે એમ કે મૂછાર ડાયરેકટ વડોદરા અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટ તરીકે મૂકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech