ભારતના ઉધોગપતિ મુકેશ અંબાણી બ્રાન્ડ ફાઇનાન્સ દ્રારા સંકલિત બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેકસ ૨૦૨૪માં તમામ ભારતીયોમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરે માઈક્રોસોટના સત્ય નડેલા અને ગૂગલના સુંદર પિચાઈને પાછળ છોડી દીધા છે. તેમનાંથી માત્ર ટેન્સેન્ટના હત્પઆટેંગ જ આગળ છે. બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેકસ જે સીએઓ તમામ હિસ્સેદારો – કર્મચારીઓ, રોકાણકારો અને વ્યાપક સમાજની જરિયાતોને સંતુલિત કરીને ટકાઉ રીતે વ્યવસાય મૂલ્યનું નિર્માણ કરી રહ્યા છે તેમને માન્યતા પ્રદાન કરે છે તેમ બ્રાંડ ફાઈનાન્સ દ્રારા જણાવ્યું છે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ૨૦૨૩ના રેન્કિંગમાં નંબર આઠથી ઉપર, પાંચમાં ક્રમે છે. તેમના પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અનીશ શાહ નંબર છ પર અને ઈન્ફોસિસના સલિલ પારેખ ૧૬મા નંબરે છે. ૨૦૨૩ના રેન્કિંગમાં પણ અંબાણી વૈશ્વિક સ્તરે નંબર ૨ પર હતા. આ વર્ષે તેઓ 'ડાઇવર્સિફાઇડ' સમૂહમાં બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેકસ ૨૦૨૪માં નંબર ૧ પર છે.
મુકેશ અંબાણી માઈક્રોસોટના સત્ય નડેલા, ગૂગલના સુંદર પિચાઈ, એપલના ટિમ કૂક અને ટેસ્લાના એલોન મસ્ક જેવા વૈશ્વિક અગ્રણીઓ કરતાં આગળ રહ્યા છે. બ્રાન્ડ ફાઇનાન્સના સર્વેક્ષણે અંબાણીને ૮૦.૩નો બીજીઆઈ સ્કોર આપ્યો છે, જે ચીન સ્થિત ટેન્સેન્ટના હત્પઆટેંગ ( ૮૧.૬) કરતાં થોડા જ નીચે છે.
બ્રાન્ડ ફાઇનાન્સ એવા પરિબળોને ઓળખવા માટે રચાયેલ પગલાંનું સંતુલિત સ્કોરકાર્ડ બનાવે છે જે તેમની કંપનીની બ્રાન્ડ અને લાંબા ગાળાના મૂલ્યના રખેવાળ તરીકે કાર્ય કરવાની સીઈઓની ક્ષમતાને શ્રે રીતે કેપ્ચર કરે છે. આ વર્ષનું વિશ્લેષણ દર્શાવે છે કે સીઈઓની પ્રતિા નક્કી કરવામાં ઈએસજી એ એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ પ્રેરક બળ બની ગયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech