બીઝનેસમેનની સલાહ "કામ કરતા રહો, સફળતાને માથા પર અને નિષ્ફળતાને દિલ પર ન લો'ને બનાવ્યો ગુરુમંત્ર
બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને તાજેતરમાં લોકમત મહારાષ્ટ્રીયન એવોર્ડ ઓફ ધ યર પુરસ્કારની 10મી એડિશનમાં મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ અપાયો. એવોર્ડ લેતી વખતે અભિનેતાએ પોતાની લાઈફના 3 રૂલ વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ હંમેશા ભારતનો એક સારો નાગરિક બનવાની કોશિશ કરે છે અને તેઓ એક પ્રાઉડ મુંબઈકર છે. રણબીર કપૂરે પોતાની સ્પીચમાં જણાવ્યું કે તેઓ ભારતના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની સલાહ માને છે. મુકેશ અંબાણીને રણબીરે પોતાની પ્રેરણા ગણાવ્યા. રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણીએ તેને કહ્યું હતું કે ક્યારેય સફળતા કે નિષ્ફળતાને પોતાના મગજ પર હાવી થવા દેવી જોઈએ નહીં. આ વિશે જણાવતા રણબીરે કહ્યું કે મારો પહેલો લક્ષ્ય સારું કામ કરતા રહેવાનું છે. મે મુકેશ ભાઈની બહુ સલાહ લીધી, જેમણે મને કહ્યું કે તમારું માથું નીચું રાખીને કામ કરતા રહો. સફળતાને માથા પર અને નિષ્ફળતાને દિલ પર ન લો. અભિનેતાએ વધુમાં કહ્યું કે મારું બીજુ લક્ષ્ય એક સારો વ્યક્તિ બનવાનું છે. હું એક સારો પુત્ર, સારો પિતા, સારો પતિ, સારો ભાઈ અને મિત્ર બનવા માંગુ છું. સૌથી જરૂરી હું એક સારો નાગરિક બનવા માંગુ છું. મને મુંબઈકર હોવા પર ગર્વ છે અને આ એવોર્ડ મારા માટે બહુ મહત્વ ધરાવે છે. રણબીર કપૂરને આ એવોર્ડ જંપીગ જેક ગણાતા દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રના હાથે મળ્યો હતો. એવોર્ડ આપતી વખતે જિતેન્દ્રને દિવંગત ઋષિ કપૂર યાદ આવી ગયા. તેમણે કહ્યું કે તમે આ એવોર્ડ રણબીરને આપી રહ્યા છો જે મારા મિત્રનો પુત્ર છે. હું કાલથી તૈયારી કરી રહ્યો હતો કે મારે શું બોલવાનું છે. મારી પત્ની, પુત્રી, પુત્ર મને ગાઈડ કરી રહ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે હું કહેવા માંગુ છું કે મને ખુશી છે કે મારો જીગરી મિત્ર, મારો લગતે જીગર, મારો બધુ જ, ઋષિ કપૂરના પુત્રને આ એવોર્ડ મળ્યો છે. આજે તે જ્યાં પણ પહોંચ્યો છે તે તેની મહેનત છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીરની ફિલ્મ એનિમલ હજુ પણ ચર્ચામાં છે. મૂવીની સિક્વલની પણ તૈયારીઓ થઈ ગઈ છે. આ ઉપરાંત તેની અપકમિંગ ફિલ્મ રામાયણની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ મે મહિનાથી ફિલ્મનું શુટિંગ શરૂ થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech