જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટની મધ્યમાં આવેલ ખેડુતો માટે સુવીધા યુકત નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર ખુબજ મોટા વિસ્તારમાં થયેલ હોય જેથી ખુબ સારી કવોલીટીમાં ઘઉંનું ઉત્પાદન ચાલુ થયેલ છે. જેતપુર તાલુકાના બજાર વિસ્તારના કમાન્ડ એરીયાના ઘઉંનું ઉત્પાદન દર વર્ષે ખુબજ સારૂ રહે છે. ગઈકાલે જેતપુર માર્કેટ યાર્ડ ખાતે નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયેલ. ચેરમેન જમનભાઇ એન. ભુવા, વા.ચેરમેન વિનોદભાઇ પાઘડાળ, ડિરેકટર પરસોતમભાઇ રાદડીયા તથા ભરતભાઇ ગોંડલીયા, તેમજ તમામ ખેડુતોની હાજરીમાં નવા ઘઉંની હરરાજી કરેલ. નવા ઘઉંમાં આજરોજ ઘેલાભાઇ સાવલીયા, ઘંટીયાણ ભાવ પ્રતી 20 કિ.લો. ના રૂા.3751ના ઊંચામાં ફકતને ફકત 7 કટ્ટાના વિકમી ભાવે અંકુર ટ્રેડીંગએ ખરીદ કરેલ. નવા ઘઉંની હરરાજીમાં જેતપુર યાર્ડના વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લઇ ઘઉં ઉચ્ચતમ ભાવોએ ખરીદ કરેલ જેનાથી ખેડુતભાઇઓએ ખુશી વ્યકત કરેલ.
જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકો શરૂ થતા પ્રથમ દિવસે 50 ક્વિન્ટલની આવકો થતા તેની વધામણીમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ માર્કેટ યાર્ડના ચેરમેન જમનભાઇ એન. ભુવા, વા.ચેરમેન વિનોદભાઇ પાઘડાળ, વેપારી એસોસીએશને, દલાલ મંડળ, કર્મચારી ગણ તથા ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી.વધુમાં ચેરમેન તથા વા.ચેરમેનએ ઘઉંની ખેતી કરતા ખેડુતોને ઘઉંનું ઉત્પાદન થતા જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ઘઉં લઈ આવવા અનુરોધ કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં મોટું વિરોધ પ્રદર્શન
April 22, 2025 02:47 PMઆઇસ્ક્રીમ, ગોલા, કોલ્ડડ્રિંક્સના ધંધાર્થીઓને ત્યાં ફૂડ બ્રાન્ચ ત્રાટકી
April 22, 2025 02:41 PM70 લાખના ચેક રિટર્ન કેસમાં સેશન્સે નિર્દોષ છોડેલા કારખાનેદાર સામે ફરી ફરિયાદની માંગણી ફગાવાઈ
April 22, 2025 02:35 PMફુલ સ્પીડમાં સ્પીડબ્રેકર ઠેકાડનાર એસટી બસ ડ્રાઇવર સસ્પેન્ડ; એજન્સીને નોટીસ
April 22, 2025 02:33 PMઅહીં અરજી કરશો તો 10 વર્ષ સુધી કંઈ થશે નહીં, વળતર માટે કેસ દાખલ કરો
April 22, 2025 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech