મુગલ-એ-આઝમનું નામ આવતાની સાથે જ દીવાલમાં અનારકલીને ચણાવી નાખવાની વાત યાદ આવે છે. ફિલ્મના આ દ્રશ્ય જેવી જ ઘટના પાકિસ્તાનમાં તાજેતરમાં પણ જોવા મળી હતી. જેણે બધાને ચોંકાવી દીધા હતા. આ ઘટનામાં એક પારિવારિક સમસ્યાને કારણે પરિવારના અન્ય સભ્યોએ માતા અને પુત્રીને દિવાલ સાથે ચણાવી દીધા હતા.
જો કે બધાએ કૌટુંબિક વિખવાદના ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ એ વાદવિવાદમાં ભાગ્યે જ કોઈએ દિવાલમાં ચણાવ્યાનું સાંભળ્યું હશે. તાજેતરમાં જ પાકિસ્તાનના હૈદરાબાદથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પ્રોપર્ટીનો વિવાદ એટલો વધી ગયો હતો કે પરિવારના સભ્યોએ કંઈપણ વિચાર્યા વિના માતા-પુત્રીને દિવાલ સાથે ચણાવી દીધા હતા.
જ્યારે નજીકના પડોશીઓને દિવાલમાં તોડફોડની જાણ થઈ ત્યારે તેઓ બધા ખૂબ ચિંતિત થઈ ગયા અને તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. આ ઘટના લતીફાબાદના 5 નંબરના વિસ્તારમાં બની હતી. મામલાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પહેલા દિવાલ તોડી અને પછી તેમાં ચણાયેલા માતા-પુત્રીને બહાર કાઢ્યા હતા.
ઉત્પીડનનો આરોપ
દીવાલમાંથી બહાર આવતાની સાથે જ પીડિતાએ પોલીસને તેની આપવીતી જણાવી, જેમાં તેણે તેના જીજાજી પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો. પીડિતાના જીજાજીની ઓળખ સુહેલ નામના વ્યક્તિ તરીકે થઈ છે. મહિલાએ જણાવ્યું કે બંને વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પીડિતાએ જણાવ્યું કે જ્યારે વિવાદ વધ્યો ત્યારે સુહેલ તેના પુત્રો સાથે હતો અને તેની પુત્રીને પહેલા એક રૂમમાં બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ રૂમની બહાર દિવાલ બનાવવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર, પીડિતાએ તેના જીજાજી પર સતત તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે અને એટલું જ નહીં મહિલાએ દાવો કર્યો છે કે તેના જીજાજી સુહેલ પાસે તેના ઘર સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech