ખંભાળિયાથી આશરે 27 કિલોમીટર દૂર ગુંદલા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 11 ઝેડ. 1111 નંબરના એક ટ્રકના ચાલક રામ હમીરભાઈ મોઢવાડિયા (રહે. ભારવાડા, તા. પોરબંદર) એ આ માર્ગ પર આવી રહેલી મારુતિ સુઝુકી કાર નંબર જી.જે. 36 બી. 9118 સાથે અકસ્માત સર્જતા આ મોટરકારમાં જઈ રહેલા વાલીબેન કાનાભાઈ જોગલને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માતમાં મોટરકારમાં રૂપિયા 70,000 જેટલું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે કાનાભાઈ અરશીભાઈ જોગલ (ઉ.વ. 47, રહે. ગુંદલા) ની ફરિયાદ પરથી ટ્રકના ચાલક રામ મોઢવાડિયા સામે આઈ.પી.સી. કલમ 279, 337, 427 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ડોસલ બોઘા જામ અને રાજા અજા ધારાણીને ઝડપી લઇ, રૂપિયા 4,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકામાં છરી સાથે યુવાન ઝડપાયો
દ્વારકાના સુદામા સેતુ ચોક પાસેના માર્ગ પરથી પોલીસે છરી સાથે નીકળેલા મેરૂભા સોમાભા માણેક (ઉ.વ. 35) ને ઝડપી લઇ, જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે ઓખાના જકાતનાકા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 15,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા દિલીપ સામતભાઈ ખરા (રહે. મૂળ આદિત્યાણા, રાણાવાવ, હાલ ઓખા) ને પોલીસે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech