મોટીવાવડીના મહિલા તલાટી મંત્રીએ રોકડ અને દાગીના ભરેલુ પર્સ મુળ માલિકને પરત કર્યુ

  • March 31, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધાર તાલુકા ના મોટીવાવડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મહિલા દ્વારા ડેપો ખાતેથી મળેલ  રોકડ નાણાં અને સોનાના દાગીના સાથેનું પસે મુળ માલિક ને પરત આપી માનવતાનું ઉદાહરણ આપ્યું હતું.
ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રમાબેન ભાનુભાઈ ડુગરેલા (અમરગઢવાળા) તા.૧૫-૦૩ ના રોજ તેમના માતાને એસ ટી ડેપો ખાતે મુકવા આવેલ હતા જે સમય દરમિયાન એસટી ડેપોમાંથી એક પર્સ મળી આવેલ હતું. જે પર્સમાં ૭,૫૦૦ રૂપિયા રોકડા, એક સોનાનો ચેઈન અને એક સોનાની વાળી સહિતનુ પર્સ મળી આવેલ હતું, તે મુળ માલીકને પરત મળી જાય એવા હેતુથી એસટી બસ સ્ટેશનમાં વહીવટી કાર્યાલયમાં જઈ સ્ટેન્ડ ઈન્ચાર્જ પાસે જમા કરાવેલ હતું.
ખોવાયેલા પર્સના મુળ માલીકને જાણ થતાં તરત જ વહીવટી કાર્યાલય ગારીયાધારમા આવીને ખોવાયેલ પર્સ પરત મેળવ્યું હતું આ માનવતા ભરી જવાબદારી નિભાવી તલાટી રમાબહેને એસટી વહીવટી કાર્યાલય સ્ટાનો આભાર વ્યક્ત કર્યો હતો ખોવાયેલ પર્સ પરત આપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા બદલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application