18 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ 32 વર્ષના યુવકની સરધાર પાસે સર ગામેથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવકને બેરહેમીપૂર્વક હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. યુવકને છરીના ઉપરાછાપરી 8 ઘા ઝીંકી તેના આંતરડા બહાક કાઢી નાખવામાં આવ્યા હતા. તેમજ યુવકની આંગળીઓ પણ કપાયેલી હતી.
પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ બદલો લેવાની ભાવના હોવાનું સામે આવ્યું હતું. તેમાં મૃતક યુવકની બહેનનાં પૂર્વ સાસુ સોનલબેન ઉર્ફે સલુબેન સોહલિયા (ઉં.વ.50) સાથે બે સગીર આરોપીની સંડોવણી ખૂલી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સોનલબેનના પુત્ર અજયના તેની પત્ની જયશ્રી સાથે છૂટાછેડા થઇ જતા દોઢ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો, આથી માતાએ એકનો એક પુત્ર ગુમાવતા પુત્રના વિયોગમાં મહિલાએ હત્યા કરવા નિર્ણય કર્યો હતો.
અવારનવાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઇવ કરી બદલો લેવા રટણ કરતા હતા. જેથી ગત 18 જાન્યુઆરીએ પ્લાન બનાવી જયશ્રીના ભાઈની બેરહેમીપૂર્વક હત્યા નિપજાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માતા તેના પુત્રના વિયોગમાં રહેતી હતી અને દીકરાની યાદમાં તેને હાથમાં તેના ફોટાવાળું ટેટૂ ત્રોફાવી મારો સાવજ લખાવ્યું હતું.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 18 જાન્યુઆરીના રોજ સર ગામ પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે અંગે તપાસ કરતા આ લાશ સરધાર બસ સ્ટેન્ડમાં ઈલેક્ટ્રિકની દુકાન ધરાવતા ગિરીશ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ.32)ની હોવાનું સામે આવ્યું હતું. ગિરીશ પોતાની માતા લાભુબેનનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી ફોન પર માતા સાથે વાત કર્યા બાદ સરધાર ગામેથી રામોદ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં તેને આંતરી સર ગામ પાસે રોકી પેટમાં, માથામાં તેમજ હાથ સહિત શરીરના અલગ-અલગ ભાગમાં 8 ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપી દ્વારા મૃતક યુવાન ગિરીશ ઉપર એટલો તીવ્રતાથી હુમલો કરવામાં આવ્યો હતો કે, તેના હાથની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી તો કાંડામાં ફ્રેક્ચર થયું હતું. સાથે સાથે છરીના ઉપરાછાપરી આઠ ઘાથી આંતરડાં પણ બહાર આવી ગયાં હતાં. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.
માતાએ બે સગીર સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક ગિરીશ રાઠોડની હત્યા તેની બહેનનાં પૂર્વ સાસુ સોનલબેન ઉર્ફે સલુબેન સોહલિયા (ઉં.વ.50)એ બે સગીર સાથે મળી નિપજાવી હતી. જેથી પોલીસે બંને સગીર તેમજ મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સોનલબેનના પુત્ર અજયના લગ્ન મૃતક યુવકની બહેન જયશ્રી સાથે થયા હતા. આ પછી બન્ને વચ્ચે મનમેળ ન થતા છૂટાછેડા થઇ ગયા હતા. જેથી દોઢ મહિના પૂર્વે આરોપી મહિલા સોનલબેનના પુત્ર અજયએ આત્મહત્યા કરી લીધી હતી.
અમારો એક ગયો છે, એટલે તમારો પણ એક જશે
આ પછી તેની માતા સતત પુત્રના વિયોગમાં રહેતી હતી અને તેના એકના એક પુત્ર ગુમાવતા હાથમાં મારો સાવજ લખેલું દીકરાના ફોટાવાળું ટેટૂ ત્રોફાવ્યું હતું. એટલું જ નહિ આરોપી સોનલબેન સતત ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી તેના દીકરાના મોત પાછળ બદલો લેવા માંગે છે, તેવું રટણ કરતી હતી. તેમજ ફરિયાદીએ ફરિયાદમાં પણ જણાવ્યું હતું કે, આરોપી સોનલબેન મૃતક યુવાન ગિરીશનાં માતા લાભુબેનને અગાઉ ધમકી આપી હતી કે, અમારો એક ગયો છે, એટલે તમારો પણ એક જશે.
યુવક છૂટાછેડા બાદ પણ પત્ની સાથે વાત કરતો
આ ઉપરાંત પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે, આરોપી સોનલબેનના પુત્ર અજયના જયશ્રી સાથે છૂટાછેડા થઇ ગયેલ હોવા છતાં જયશ્રી તથા અજય એકબીજા સાથે વાત કરતાં હતાં. બન્ને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા પોતાના દીકરા અજયએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે બાબતે લાગી આવતા બે સગીર બાળકો સાથે મળી ગિરીશને મારી નાખવાનો પ્લાન બનાવી સરધાર જઇ રેકી કરી મૃતક ગિરીશ ઘરે જવા પોતાનું બાઇક લઇને નીકળેલ ત્યારે પોતાનાં વાહનોમાં પીછો કરી ગિરીશને રોકી તેની સાથે બોલાચાલી ઝઘડો કરી શરીરે છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech