મારકુટ કરી ધમકી આપી : પાંચ લાખ પીયાની માંગણી કરતા રાજકોટના સાસરીયા
જામનગરના રણજીતસાગર રોડ પર રહેતા સાસરીયાઓએ પરણીતાને દુ:ખ ત્રાસ આપી, મારકુટ કયર્નિો મામલો પોલીસમાં પહોચ્યો છે, જયારે ગુલાબનગર રામવાડી વિસ્તારમાં હાલ રહેતી પરણીતાને દુ:ખ ત્રાસ આપી ધમકી દીધાની રાજકોટના પરસાણાનગરના દહેજ ભુખ્યા સાસરીયાઓ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના નવાગામ ઘેડ, માતૃઆશિષ-5 ખાતે રહેતી ધૃતીબા ભરતસિંહ ચૌહાણ (ઉ.વ.24) નામની પરણીતાને લગ્નજીવન દરમ્યાન શારીરીક, માનસીક દુ:ખ ત્રાસ આપી, મારકુટ કરી, અપશબ્દો બોલીને સાસરીયાઓએ એકબીજાને મદદગારી કરી હતી.
આથી ધૃતીબા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં જામનગરના રણજીતસાગર રોડ, ન્યુ કીર્તીપાન પાસે રહેતા પતિ ભરતસિંહ અશ્ર્વીનસિંહ ચૌહાણ, અશ્ર્વીનસિંહ જોભા ચૌહાણ, સાસુ દિપ્તીબા અશ્ર્વીનસિંહ, દિયર મિલનસિંહ અશ્ર્વીનસિંહ, દેરાણી જાનકીબા મિલનસિંહની વિરુઘ્ધ આઇપીસી કલમ 498-એ, 323, 504, 114 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
અન્ય એક બનાવમાં ગુલાબનગરના રામવાડી શેરી નં. 5, મધુવન ટેનામેન્ટ ખાતે રહેતી નંદનીબેન સુરેશભાઇ સોલંકી (ઉ.વ.23) નામની પરણીતાને લગ્નજીવન દરમ્યાન દુ:ખ ત્રાસ આપી, મારકુટ કરી, જાનથી મારી નાખવાની ધમકી દઇને રોકડા પાંચ લાખ પીયા લાવવાની માંગણી કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
નંદનીબેન દ્વારા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટ-જામનગર રોડ, પરસાણાનગર શેરી નં. 1માં રહેતા પતિ સુરેશ મનસુખ સોલંકી, જેઠ વિશાલ મનસુખ સોલંકી, જેઠાણી મમતાબેન વિશાલ, જેઠ અવિનાશ મનસુખ સોલંકી, જેઠાણી સરસ્તીબેન અવિનાશ, સાસુ તારાબેન મનસુખની વિરુઘ્ધ આઇપીસી કલમ 498-એ, 323, 504, 506(2), 114 તથા દહેજ પ્રતિબંધીત ધારા મુજબ ફરીયાદ કરી હતી. જેના આધારે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ. ઝાલા તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech