મહિલાઓ સહિત છ સામે ફરિયાદ
દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા નસીમબેન સિકંદર કેસવાલા નામના 42 વર્ષના મુસ્લિમ મહિલા ગત તારીખ 27 મીના રોજ રાત્રિના સમયે તેમના મકાનની છત ઉપર મોબાઈલ ફોનમાં વાત કરી રહ્યા હતા. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હાજુબેન સુલેમાન ત્યાં આવ્યા હતા અને ફરિયાદી નસીમબેનને વાત કરવાની ના પાડી, બિભત્સ ગાળો કાઢી હતી. આનાથી સમજાવવા ગયેલા ફરિયાદી નસીમબેન સાથે ઝઘડો કરી અન્ય આરોપીઓ સુલેમાન ખરાઈ, જીન્નતબેન મુસ્તાક અને મુસ્તાક અલાયા લાકડાના ધોકા સાથે અહીં આવી ગયા હતા. ત્યાર બાદ અન્ય આરોપી યુસુફ પટેલિયા અને અબ્દુલ પટેલીયાએ પણ ઘટના સ્થળે આવી ફરિયાદી તેમજ સાહેદ તેમના પુત્ર અનવર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે નસીમબેન કેસવાલાની ફરિયાદ પરથી મહિલાઓ સહિત તમામ છ આરોપીઓ સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ નાના એવા કોલીખડા ગામમાં મહિલા સરપંચ દ્વારા કેવી અપાઇ સુવિધા
May 24, 2025 11:03 AMભાણવડ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 24, 2025 11:02 AMરિલાયન્સ કેન્સર હોસ્પિટલ અને ઓલિમ્પિક તાલીમ કેન્દ્રો વગેરેમાં 75,000 કરોડ રોકશે
May 24, 2025 11:01 AMધારી તાલુકાના હાલરિયા ગામમાં ત્રાટક્યું મીની વાવાઝોડું
May 24, 2025 11:00 AMઅહલ્યાબાઈ હોલકારની જન્મ જયંતિ: દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ખંભાળિયામાં ગોષ્ઠિ કાર્યક્રમ
May 24, 2025 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech