બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતલસરમાં ગાયત્રીનગર ડેડરવા રોડ પર રહેતા જોશનાબેન રાજુભાઇ કંડોલીયા(ઉ.વ ૪૫) નામના મહિલાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કેતન લક્ષમણભાઇ સોલંકી, મેહુલ લક્ષ્મણભાઇ સોલંકી, ગનુબેન લક્ષ્મણભાઇ સોલંકી અને બાવનજી ભેડા, રાજવીર ભેડા બાવનજી ભેડાના નામ આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મહિલા તા. ૨૮/૫ ના રાત્રીના દશેક તે તથા તેમની પુ્ત્રી વર્ષા(ઉ.વ ૨૨) બંને ઘરે હતાં. દરમિયાન મહિલા ઘર બહાર કચરો ફેંકવા ગયા હતાં પરત ઘરે આવતા અહીં ઘર પાસે કુતરા માંસનો ટુકડો લઇ આવ્યા હોય જેથી મહિલાએ દીકરીને કુતરા ભગાડવાનું કહેતા કેતન તેનો પુત્ર મેહુલ, અને તેની પત્ની ગનુબેન મહિલા પાસે આવી અમને કુતરા કેમ કહો છો? કહી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. કેતન અને મેહુલે પાઇપ અને હોકી વડે મહિલાને મારમાર્યો હતો તથા તેની દીકરીને નાકના ભાગે ઇજા પહોંચાડી હતી. બાદમાં તેનું ઉપરાણું લઇ બાવનજી અને તેનો દીકરો રાજવીર આવી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રીને પ્રથમ જેતપુર બાદમાં વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech