મોટામવા બ્રિજનું કામ વિલંબિત; ફરી નોટિસ ફટકારી

  • March 09, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ ઉપર મોટામવા સ્મશાનની બાજુમાં ન્યારી નદી ઉપર આવેલો ટુ લેન બ્રિજ પહોળો કરવાનું કામ છેલ્લા ઘણાં સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમ જણાતું ન હોય તાજેતરમાં મહાપાલિકા દ્રારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ અંદાજે આઠેક મહિના પૂર્વે કુલ .૧૩ કરોડના ખર્ચે મોટામવા બ્રિજ વાઇડનિંગ અને ભીમનગરના બ્રિજનું કામ અપાયું હતું. આ કામ પૂર્ણ થવાની મુદ્દત તા.૧૮–૩–૨૦૨૪ છે, મતલબ કે હવે એક સાહમાં કામ પૂર્ણ થઇ જવું જોઇએ, તદઉપરાંત લોકસભા ચૂંટણીની આચારસંહિતા પણ ટૂંક સમયમાં જાહેર થનાર હોય તે પૂર્વે કામ પૂર્ણ કરાવીને લોકાર્પણ કરવાની તૈયારી હોય કામ ઝડપથી પૂર્ણ કરવાની તાકિદ સાથે કોન્ટ્રાકટર એજન્સી બેકબોનને તાજેતરમાં વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત બ્રિજ પહોળો કરવા બાંધકામ શ કરાયું ત્યારથી જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું, ચાલુ બાંધકામ દરમિયાન મહાપાલિકાની ટેકિનકલ વિજિલન્સ દ્રારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું અને તેમાં બ્રિજના પાયાના સેમ્પલ લેવાયા હતા જેના રિપોર્ટમાં ગુણવત્તા નબળી હોવાનું માલુમ પડતા પાયાનું બાંધકામ તોડી પાડીને નવેસરથી બાંધકામ કરવા હત્પકમ કરાયો હતો. આમ પ્રારંભથી જ કામ ધીમું ચાલી રહ્યું હોય તેમજ વચ્ચે નબળું બાંધકામ થતા તે તોડી પાડીને નવું બાંધકામ કરાતા તેમાં પણ સમય લાગ્યો હતો. એકંદરે જો હવે તા.૧૮ માર્ચની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા નોટિસ ફટકારી છે અને જો ત્યાં સુધીમાં કામ પૂર્ણ નહીં થાય તો હવે દિવસદીઠ પેનલ્ટી વસુલવાનું શ કરાશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News