મોટા ભાગના સોની વેપારીઓ પાસે બંગાળી કારીગરોનો કોઈ રેકોર્ડ જ નહીં, બે દિવસમાં વેરિફિકેશનની CPની સૂચના

  • August 03, 2023 08:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સોની બજારમાંથી આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા ત્રણ શખ્સોને પકડી પાડવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. એક-બે દિવસમાં સોની વેપારીઓ બેઠકનું આયોજન કરશે અને જેટલા પણ અન્ય રાજ્યોમાંથી આવેલા કારીગરો છે તેમને કાર્ડ ઇશ્યૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. જોકે મહત્વની વાતો એ છે કે, સોની બજારમાં કામ કરતા 60થી 70 હજાર બંગાળી કારીગરોનો રેકોર્ડ મોટા ભાગના સોની વેપારીઓ પાસે છે જ નહીં. જેને લઈને રાજકોટની 250 વર્ષ જૂની સોની બજાર અસલામત બની ગઈ છે.



આમ તો રાજકોટ શહેરમાં પરપ્રાંતીઓની નોંધણી ફરજિયાત છે અને આ બાબતે અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે, રાજકોટની પોલીસ સોની બજારમાં આ પ્રકારનું ચેકિંગ શા માટે કરતી નથી ? આ એકમાત્ર એવી બજાર છે જ્યાં સૌથી વધુ અન્ય રાજ્યોમાંથી આવેલા કારીગરો કામ કરી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બંગાળી કારીગરોના વેરિફિકેશન માટે સોની બજારના વેપારી સંગઠનોને આદેશ કર્યો છે. જોકે આ બાબતે વેપારીઓએ બે દિવસનો સમય માંગ્યો છે અને સાથે જ રાજકોટ પોલીસ કમિશનરે ખરાઈની જવાબદારી વેપારીઓ પર તોડી દીધી છે અને જો કંઈ પણ ઘટના સર્જાય તો તેના જવાબદાર છે તે સંગઠનને માનવામાં આવશે તેવું જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application