રાજકોટ ઉપર મચ્છરોનું આક્રમણ; ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા સહિત ૯૪૧ કેસ

  • October 09, 2023 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર ઉપર જાણે મચ્છરોએ આક્રમણ કયુ હોય તેમ છેલ્લા એક સાહમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા, સહિતના ૯૪૧ કેસ નોંધાયા હોવાનું મહાપાલિકાએ જાહેર કયુ છે. લગભગ સતત ચોથા સાહમાં કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. જો કે ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ તો મહાપાલિકાએ જાહેર કરેલા કેસ કરતા હાલ શહેરમાં દસ ગણા વધુ કેસ છે !વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર ગત સોમવારથી આજે સોમવાર સુધીના એક સાહમાં મેલેરિયાના બે કેસ, ડેંગ્યુના ૧૧ કેસ, ચિકુનગુનિયાના ચાર કેસ તેમજ ટાઈફોઇડના બે કેસ મળ્યા છે. યારે શરદી–ઉધરસના સૌથી વધુ ૬૯૩ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૭૫ કેસ અને તાવના ૫૪ કેસ મળ્યા છે. સૂત્રોએ ઉમેયુ હતું કે મચ્છરના ઉપદ્રવની વ્યાપક ફરિયાદોને પગલે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી સહિત ૭૨૧ સ્થળે મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંકમાં ૩૩૬ અને કોમર્શિયલમાં ૭૯ને નોટીસ ફટકારવામાં આવી હતી. યારે ૬૦ પાસેથી .૬૨,૭૦૦નો દડં વસુલવામાં આવ્યો હતો

શું તમારા ઘર, દુકાન કે વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ છે..?
ફોગિંગ માટે મહાપાલિકાના આ નંબર ઉપર કરો ફરિયાદ
રાજકોટના કોઈ પણ વિસ્તારમાં મચ્છરના ઉપદ્રવની ફરિયાદ હોય તો રાજકોટ મહાપાલિકાના કોલ સેન્ટરના ટેલિફોન નંબર ૦૨૮૧–૨૪૫૦૦૭૩ અને આરએમસી ઓન વોટસએપ સર્વિસના મોબાઇલ નંબર ૯૫૧૨૩૦૧૯૭૩ તેમજ આરએમસી કમ્પ્લેઇન્ટ માટેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૨૩૧૯૭૩ ઉપર ફરિયાદ નોંધાવાથી મહાપાલિકાની ફોગિંગ ટીમ તુરતં સ્થળ ઉપર પહોંચી મચ્છરનો નાશ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application