અમરનાથ યાત્રાનું આજે સમાપન આટલા લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા

  • August 31, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબા અમરનાથ યાત્રા આજે ૩૧ ઓગસ્ટે છડી મુબારકના દર્શન સાથે સમા થશે. છડી મુબારકએ ભગવાન શિવની ભગવા કપડામાં લપેટી પવિત્ર લાકડી છે. જે ૨૬ ઓગસ્ટના રોજ શ્રીનગરના એક અખાડામાંથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયા હતા. તે ૩૦મી ઓગસ્ટે મહાત્માઓ અને સંતો સાથે શેષનાગથી પંજતરણી જવા રવાના થઈ હતી. આજે તે પવિત્ર ગુફામાં પહોંચશે અને પૂજા કર્યા બાદ દર્શન કરશે. મહતં દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં તેનું સ્થાપન ઉગતા સૂર્ય સાથે કરવામાં આવશે.

આ પછી તેને શ્રીનગરના અખાડામાં પરત લઈ જવામાં આવશે. મીડિયા રિપોટર્સ અનુસાર, આ વર્ષે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂકયા છે. યાત્રા પૂર્ણ થયા બાદ બંને ટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો અને સ્થાનિક લોકો રસ્તાની સફાઈ કરશે.ઉલ્લેખનીય છે કે બાબા બર્ફાનીની ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે. પ્રથમ પહેલગામ, આ પરંપરાગત માર્ગ છે, જે ચઢવામાં સરળ છે. લગભગ ૪૭ કિમીનું આ અંતર કાપવામાં ૨–૩ દિવસ લાગે છે.

૬ ઓગસ્ટે દર્શન માટે આવેલા ભકતોનો રેકોર્ડ તૂટી ગયો હતો.
આ વર્ષે ૧ જુલાઈથી શ થયેલી અમરનાથ યાત્રાએ ૬ ઓગસ્ટે ૩૭ દિવસ પછી ગયા વર્ષે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યાનો રેકોર્ડ તોડો હતો. આ તારીખ સુધીમાં ૪ લાખ ૧૭ હજારથી વધુ ભકતોએ દર્શન કર્યા હતા. યારે ગત વર્ષે સમગ્ર સિઝનમાં ૩ લાખ ૬૫ હજાર શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application