ઘોઘામાં પોણો,તળાજામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો

  • August 30, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં ગુરૂવારે પણ રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવા છતાં ક્યાંય ભારે વરસાદ વરસ્યો ન હતો. ભાવનગર જિલ્લામાં ઘોઘામાં પોણો ઇંચ અને તળાજામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગર શહેર, ઉમરાળા, જેસર, મહુવા અને પાલિતાણા, સહિતના આઠ તાલુકાઓમાં શ્રાવણી સરવડા વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૮૫ ટકાથી વધુ થયો છે. જિલ્લામાં કુલ વરસાદ ૬૨૪ મી.મી. છે તેની સામે ગુરૂવારે સાંજ સુધીમાં ૫૩૧ મી.મી. વરસાદ વરસી ગયો  છે.
ભાવનગર જિલ્લામાં આજે ઘોઘામાં સવારથી વાદળો ઘેરાયા હતા અને બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. બપોરના ૨ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ઘોઘામાં ૨૦ મી.મી. એટલે કે પોણો ઈંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. આ સિઝનમાં ઘોઘામાં કુલ વરસાદ ૪૬૬ મી.મી. થઈ ગયો છે. ભાવનગર શહેરમાં પણ સવારથી બપોર સુધીમાં શ્રાવણી સરવડા વરસતા ૮ મી.મી. વરસાદ વરસી ગયો હતો.  ભાવનગર શહેરમાં આ સિઝનમાં કુલ વરસાદ ૪૮૦ મી.મી. થઈ ગયો છે.તારીખ ૩૦ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી જિલ્લામાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો તળાજામાં ૧૫ મી.મી.એટલે કે અર્ધા ઇંચથી વધુ વરસાદ વરસી જતા આ ચોમાસામાં કુલ વરસાદ ૪૮૨ મી.મી. થયો છે. ગુરુવારે ભાવનગરમાં ૮,જેસર માં ૮,પાલિતાણામાં ૮,વલભીપુરમાં ૫ , ઉમરાળામાં ૬, સિહોરમાં ૪, ગારિયાધારમાં ૧,  મહુવામાં ૪ મી.મી.  વરસાદ નોંધાયો હતો. ગુરૂવારના આ વરસાદથી ભાવનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૫૩૧ મી.મી. થયો. છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application