નિષ્ણાંત શિક્ષકો, અઘ્યતન લેબ સહિતની સુવિધાઓ : સંસ્થા દ્વારા પ્રેસ કોન્ફરન્સ
જામનગરની એલ.જી. હરીયા સ્કુલ કેમ્પસ ખાતે શગુન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ કોલેજનું છેલ્લા બે વર્ષનું તમામ કોર્ષમાં 90 ટકાથી વધુ રીઝલ્ટ આવ્યું છે, સરકારની માન્યતા પ્રાપ્ત આ કોલેજમાં નિષ્ણાંત શિક્ષકો, અધતન લેબ સહિતની સુવિધા ઉપલબ્ધ છે, સંસ્થા દ્વારા ગઇકાલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતું જેમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
ઇન્દીરા માર્ગ ખાતે હરીયા સ્કુલ કેમ્પસમાં આવેલ શગુન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં 4 કોર્ષ ચાલી રહયા છે, હાલ કોર્ષવાઇઝ 228 વિધાર્થીઓ અભ્યાસ કરી રહયા છે, એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબી-એસસી તથા આગામી વર્ષમાં કોલેજમાં નવા કોર્ષ શ કરવામાં આવશે, હાલ ટીચીંગ સ્ટાફની સંખ્યા પ્રિન્સીપાલ સહિત 15, નોન ટીચીંગ સ્ટાફની સંખ્યા 5 છે. સંસ્થામાં ટ્રાન્સ્પોર્ટેશન માટે 51 સીટની સ્કુલ બસની વ્યવસ્થા છે.
આ ઉપરાંત નર્સિંગ ફાઉન્ડેશન લેબ, પીડીયાટ્રીક લેબ, ઓબીજી લેબ, કમ્યુનીટી - કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી જેમાં 1568 બુકસ તથા હાલ કાર્યરત પ્રેકટીકલ ટ્રેનીંગ માટે જી.જી. હોસ્પીટલ, સીએચસી જાંબુડા, પીએચસી દરેડ, લાખાબાવળ અને વસઇ સંસ્થાનો સમાવેશ થાય છે. ગર્લ્સ, બોયસ માટે અલગ અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે, શૈક્ષણીક ઉપરાંત એકસ્ટ્રા થતી પ્રવૃતીઓમાં લેમ્પ, લાઇટીંગ, રમત ગમત અને ગત 12 મેના રોજ વિધાર્થી દ્વારા નસિર્ંગ-ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડાન્સ કોમ્પીટીશનમાં મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે પ્રથમ નંબર મેળવેલ છે, છેલ્લા બે વર્ષથી સંસ્થાનું તમામ કોર્ષમાં 90 ટકાથી વધુ રીઝલ્ટ આવે છે. શહેરના મઘ્યમાં ત્રણેય કેટેગરીવાળી એક માત્ર નર્સિંગ ઇન્સ્ટીટયુટ છે, ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલીંગની માન્યતા ધરાવે છે.
શગુન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ જામનગરના ટ્રસ્ટી તથા ડાયરેકટરોમાં ટ્રસ્ટી તથા ડાયરેકટર આરાધના એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના જગદીશભાઇ જડફવા, ટ્રસ્ટી ડાયરેકટર ડો. વિકલ્પ શાહ, અશોકભાઇ નંદા ડાયરેકટર ઓફ શગુન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, ડાયરેકટર ડો. મનિષ ભટ્ટ, ડાયરકટર જોગીનભાઇ જોશી વિગેરે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થીત રહયા હતા અને નર્સિંગ કોર્ષ શા માટે અને તેમાં વિધાર્થીઓ માટે ઉજજવળ તકો રહેલી છે એ અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech