વિરપુરમાં રહેતા અનિલ માટીયા સહિતનાએ ઇનામી યોજના સ્કીમ, બચત યોજના અને રોકાણના બદલામાં પાકતી મુદતે બાઇક આપવા સહિતની પોન્જી સ્કીમ અને લોભામણી સ્કીમ મુકી વિરપુર અને આસપાસ ગામના લોકોને રોકાણ કરાવ્યું હતું. બાદમાં પાકતી મુદતે પૈસા કે બાઇક ન આપી દવા પીવાનુ નાટક કરી છેતરપિંડી કરી હતી. આ શખસોએ વિરપુર અને આસપાસના ગામના અંદાજિત ૮૦ થી વધુ લોકોના .૭.૦૫ લાખ ઓળવી ગયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે છ શખસો સામે જીપીઆઇડી એકટ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
વિરપુરમાં તુલસી પાર્કમાં રહેતા અમિતભાઈ મગનભાઈ ગાજીપરા (ઉ.વ.૩૫) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિરપુરમાં રહેતા અનિલ માટીયા, લાલા મેવાડા, જલેવ ગમારા, ભુપતભાઈ બાંભવા, કરણભાઈ મેવાડા, વિપુલભાઈ મેવાડાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સેન્ટ્રીંગનું છૂટક મજૂરીકામ કરે છે.
વર્ષ ૨૦૨૦ માં વિરપુરમાં જલારામ નગર મેઇન રોડ પર દુકાન નંબર ૯ માં અનિલ, લાલા, જવેલ, ભુપત, કરણ અને વિપુલે ભેગા મળી જય જલારામ માર્કેટિંગ નામે ઇનામી યોજનાની સ્કીમ બહાર પાડી હતી. આ ઈનામી ડ્રોમાં દર મહિનાની ૯ તારીખ સુધીમાં પિયા ૧,૦૦૦ એમ ૪૦ મહિના સુધી પિયા ૪૦,૦૦૦ ભરવાના થતા હોય જેની પાકતી મુદતે ૪૦ મહિના બાદ ૫૦ હજાર અથવા બદલામાં ૫૦,૦૦૦ સુધીનું બાઈક આપવાની લોભામણી સ્કીમ જાહેર કરી હતી ફરિયાદીએ આ સ્કીમમાં રોકાણ કયુ હતું અને દર મહિને . ૧,૦૦૦ એમ તારીખ ૯૧૦૨૦૨૦ થી ૯૧૧૨૦૨૩ સુધીમાં ૩૮ મહિના સુધી પિયા ૩૮,૦૦૦ ભર્યા હતા. છેલ્લે સ્કીમની પાકતી મુદત હોય તેથી અનિલ માટીયા પાસે પૈસા માંગતા અનિલે કહ્યું હતું કે, હમણાં પૈસા નથી થોડા દિવસો બાદ તમારા પૈસાનું કરી આપીશું બાદમાં આ લોકો બહાના આપવા લાગ્યા હતા તેમજ અનિલે પૈસાનો દેવા માટે બહાના કાઢી દવા પીવાનું નાટક કયુ હતું. જેથી યુવાન ડરી જતા આજ સુધી પૈસા માંગ્યા ન હતા.
વર્ષ ૨૦૨૨ માં વીરપુર ગામમાં અનિલ માટીયાએ જલારામ બચત સહકારી મંડળીના નામે દૈનિક બચત યોજના બહાર પાડી હતી જેમાં રોજ પિયા ૧૦૦ થી ૨૦૦ તથા ૫૦૦ એમ જમા કરતા હતા. જેના બદલામાં તે છ ટકા વ્યાજ આપવાની સ્કીમ જાહેર કરી હતી. જેમાં યુવાનનો મિત્ર દીપક ઉર્ફે કિશન ઉકાભાઇ મોરબીયા રોજ પિયા ૨૦૦ જમા કરાવતો હતો જેને એક વર્ષ સુધી પિયા ૭૩,૦૦૦ જમા કરાવ્યા હતા જેનું ૬ ટકા વ્યાજ સહિત ૮૦ હજાર થતા હતા. જેમાંથી આ લોકોએ ચાલીસ હજાર રોકડા આપી દીધેલ બાકીના પૈસા આપ્યા ન હતા આ જ રીતે અન્ય મિત્ર ક્રિષ્ના રાજુભાઈ દલસાણીયા ૯૦૦૦, પિયુષભાઈ ડાભીને ૩૮,૦૦૦ જેટલી રકમ પરત આપી નથી.
વર્ષ ૨૦૧૪માં અનિલે અન્ય આરોપી સાથે મળી જે.કે. એમ.એમ. ઓટો કન્સલ્ટન્સી નામથી લોભામણી ડ્રો આયોજન આયોજન કરતા હતા. જે ડ્રોમાં દર મહિને . ૧,૦૦૦ એમ ૪૦ મહિનાના ૪૦ હજાર પિયા ભરવાના હતા. બદલામાં પાકતી મુદ્દે ૫૦,૦૦૦ નું બાઈક આપતા હતા. વીરપુર તેમજ આજુબાજુના ગામના ઘણા લોકોને પૈસા કે બાઈક મળ્યું નથી
આમ આરોપીઓએ જય જલારામ માર્કેટિંગ નામે ઇનામી યોજનાની સ્કીમ જેમાં દર મહિને નવમી તારીખ સુધીમાં ૧,૦૦૦ ભરવાના અને ૪૦ મહિના બાદ પચાસ હજાર અથવા બાઈકની સ્કીમ તેમજ સહકારી મંડળીમાં રોજેરોજ પૈસા જમા કરાવવાની બચત યોજના પોન્જી સ્કીમ બદલામાં છ ટકા વ્યાજ તથા જે કે એમ એમ કન્સલ્ટન્સીમાં બાઈક સહિતની લોભામણી સ્કીમો મૂકી પાકતી મુદતે પૈસા કે બાઈક ન આપી વિરપુર અને આસપાસના ગામના મળી ૮૦ થી વધુ લોકોના મળી કુલ પિયા ૭.૦૫ લાખની છેતરપિંડી કરી હોય જે અંગે યુવાનની ફરિયાદ કરતી વીરપુર પોલીસને આરોપીઓ સામે જીપીઆઇડી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી