રાજકોટ સહિત રાજયભરમાં ૧૭ હજારથી વધુ સસ્તા અનાજના દુકાનના પરવાનેદારોએ પોતાની માગણીને લઈને અડગ રહીને ૯ દિવસ સુધી દુકાનો બધં રાખી પાડેલી હડતાલનો ગઈકાલે ગાંધીનગરમાં મળેલી ત્રીજી બેઠક બાદ અતં આવ્યો છે. કેટલીક શરતો માન્ય રહી છે અને અન્ય શરતોની દરખાસ્ત સરકારને મંજુરી અર્થે મોકલતા આજથી રાજકોટમાં ૭૦૦થી વધુ મળી રાયભરની ૧૭ હજાર દુકાનના શટર ખુલ્યા છે.
સસ્તા અનાજની દુકાનમાં ૯૭ ટકા અનાજ વિતરણની શરત ૯૩ ટકા કરવા, ૧ ટકો ઘટ મજરે આપવા તેમજ પ્રતિ કિલો વિતરણના દોઢ રૂપિયો કમીશન ત્રણ રૂપિયા કરી દેવાની રાયભરના રેશનીંગ કાર્ડ દુકાનદારોની લાંબા સમયથી માગણી અને રજૂઆત હતી. સરકાર દ્રારા કોઈ હકારાત્મક પ્રતિસાદ ઉકેલ ન આવતા અંતે રાયભરના ૧૭ હજારથી વધુ દુકાનદારો હડતાલ પર ઉતરી ગયા હતા. ગાંધીનગરમાં પુરવઠા નિયામક સાથે સસ્તા અનાજના એસોસીએશનના હોેદેદારોની બબ્બે બેઠક મળી હતી આમ છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો અને હડતાલ ચાલુ રહી હતી. બીજી તરફ હડતાલ સમેટાઈ જાય તેવા પુરવઠા તત્રં દ્રારા યેનકેન પ્રકારે પ્રયાસ ચાલુ હતા.
૯ દિવસથી ચાલતી હડતાલની ગઈકાલે વધુ એક બેઠક પુરવઠા વિભાગના સચિવ અને નિયામક સાથે મળી હતી. જેમાં હાલના તબકકે ૯૭ ટકા અનાજ વિતરણની શરત ૯૩ ટકા સુધી લઈ જવા તૈયારી દર્શાવાઈ હોવાનું જયારે કમીશન ડબલ કરવાના મામલે સરકારમાં દરખાસ્ત કરાશે તેવું શરતી સમાધાન થયું હોવાનું જાણવા મળે છે. આ બાબતે એસો.ના મહામંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા (વાવડી)નો સંપર્ક સાધતા તેમના કહેવા મુજબ ગઈકાલની બેઠકમાં દુકાનદારો તરફે હકારાત્મક વલણ અને શરતો સ્વીકારવાની તૈયારી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ દ્રારા દાખવવામાં આવી છે જેને લઈને આજથી રાયભરમાં હડતાલ ૯મા દિવસે પુર્ણ કરવામાં આવી છે.
હડતાલ આજે સમેટાતા રાજકોટમાં ૭૦૦થી વધુ દુકાનો અને રાયભરની ૧૭ હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો ખુલી જતાં દિવાળીના તહેવાર પર જરૂરીયાતમદં લોકો સુધી અનાજ વિતરણ સરળ બનશે. દુકાનદારો દ્રારા પરમીટ જનરેટ કરાવી હવે અનાજ માટેના ચલણ પર ભરવાની તાબડતોબ તૈયારીઓ આરંભી દેવાતા પુરવઠા વિભાગનું કામ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech