પોરબંદર જિલ્લામાં ૪૩૦૦ થી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતીથી મેળવી રહ્યા છે ઝેરમુક્ત અન્ન

  • November 21, 2024 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા આત્મા વિભાગ કટિબદ્ધ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોનાં કારણે પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં રાજ્યમાં લાખ લોકો જોડાયા છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યનાં ખેડુતો પ્રાકૃતિક કૃષિની દિશામાં વળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે પોરબંદર જિલ્લાના ખેડુતો હવે રસાયણિક ખાતર અને દવાના ઉપયોગને ટાળી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.આ પ્રાકૃતિક ખેતી અભિયાનમાં ખેડૂતોને જોડવાનો મુખ્ય ફાળો આત્મા પ્રોજેક્ટના રહ્યો છે.આત્મા વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા વિભાગ કટિબદ્ધ છે.
જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેત પદ્ધતિના વિવિધ આયામો જાણકારી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આત્મા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ પોરબંદર અંતર્ગત ખેડુત તાલીમ કેન્દ્ર પોરબંદર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે કુલ-૮ તાલીમ યોજવામાં આવી હતી જેમાં કુલ ૬૪૮ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.તેમજ વર્ષ ૨૦૨૪ -૨૫ અંતર્ગત ખરીફ ઋતુ દરમ્યાન કુલ ૪૫૭ તાલીમો પ્રાકૃતિક કૃષિ વિષય પર યોજવામાં આવી હતી જેમાં  ૧૧,૫૩૭ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને જિલ્લામાં ૪૩૦૦ કરતાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને ઝેરમુક્ત અન્ન ઉત્પાદિત કરી રહ્યા છે.અને અન્ય ખેડુતો પણ  ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે,ગામ અને દેશમાં સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે.જે આપણા મહાન સ્વતંત્ર સેનાની અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આત્મનિર્ભર ભારતના વિચારોને આગળ વધારે છે.પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓ. આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application