હાપા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે કુલ જણસ ૧૬૩૮૨ ગુણીની નોંધાઇ હતી જેમાં સૌથી વધુ ધાણાની ૬૩૫૬ ગુણી યાર્ડમાં ઠલવાઇ હતી. જે ૨૮૦ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી જે પૈકીની ૬૦૯૩ ગુણીનું વેંચાણ થયુ હતુ.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૫૦૫ થી ૯૩૫, બાજરી ૪૦૦ થી ૪૬૦, ઘઉં ૪૦૦ થી ૪૫૯, મગ ૧૨૦૦ થી ૧૬૦૦, અળદ ૧૧૦૦ થી ૧૫૯૫, તુવેર ૧૨૦૦ થી ૧૪૮૫, વાલ ૭૦૦ થી ૧૦૫૦, ચણા ૯૯૦ થી ૧૦૫૭, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૨૦૦, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૩૯૦, મગફળી જાડી ૯૫૦ થી ૧૩૫૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૪૦, રાયડો ૧૦૦૦ થી ૧૧૬૦, રાય ૧૧૦૦ થી ૧૪૨૫, લસણ ૮૬૦ થી ૧૨૭૫, કપાસ ૧૦૦૦ થી ૧૫૮૫, જીરૂ ૨૮૦૦ થી ૪૨૭૫, અજમો ૧૫૦૦ થી ૩૯૫૦, અજમાની ભૂસી ૫૦ થી ૨૬૦૦, ધાણા ૧૩૫૦ થી ૨૧૦૦, ધાણી ૧૬૦૦ થી ૨૪૫૦, મરચા ૧૬૨૦ થી ૬૦૦૫, ડુંગળી સુકી ૪૦ થી ૨૨૦, શીંગ દાણા ૧૧૫૦ થી ૧૩૫૦, સોયાબીન ૯૦૦ થી ૧૦૨૮, વટાણા ૭૦૦ થી ૧૧૩૫, રાજમાં ૯૦૦ થી ૧૫૧૫ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવારે કુલ જણસ ૩૮૩૭૨ મણ ગુણી ૧૬૩૮૨ જે ૧૦૮૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.