બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીના મુદ્દે હિંસક પ્રદર્શન આક્રમક બની રહ્યું છે. ફરી એકવાર લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વખતે વિરોધ વધુ હિંસક છે. આમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. માયર્િ ગયેલાઓમાં 14 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સત્તાધારી અવામી લીગના સમર્થકો વચ્ચે રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકો માયર્િ ગયા અને સેંકડો અન્ય ઘાયલ થયા છે કટ્ટરવાદીઓએ સરકાર સામેના આ પ્રદર્શનમાં હિંદુઓને મોટા ભાગે નિશાન બનાવ્યા હતા અને મંદિરો પર હુમલા કયર્િ હતા. એક અહેવાલ મુજબ, ઈસ્કોન અને કાલી મંદિરો સહિત હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.જેના કારણે શ્રદ્ધાળુઓને અન્ય જગ્યાએ આશ્રય લેવાની ફરજ પડી હતી. હિંસામાં એક હિન્દુનું પણ મોત થયું છે
હિંસાના પરિણામે સત્તાવાળાઓએ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી અને અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લાદી દીધો. સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીના મુદ્દે થયેલા હોબાળાને લઈને સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ રવિવારે ’વિદ્યાર્થી વિરુદ્ધ ભેદભાવ’ના બેનર હેઠળ આયોજિત ’અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.’ પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, દેશભરમાં 14 પોલીસકર્મીઓ માયર્િ ગયા હોવાના અહેવાલ છે, જેમાંથી 13 સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનના હતા.કોમિલાના ઇલિયટગંજમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજના વિરોધમાં અજાણ્યા લોકો અને જમણેરી ઇસ્લામિક શાસન ચળવળના કાર્યકરો જોડાયા હતા, જેમણે રાજધાનીના ઘણા મુખ્ય હાઇવે અને આંતરિક રસ્તાઓ પર બેરિકેડ લગાવીને પ્રદર્શન કર્યું હતું.
ભારતે જાહેર કરી એડવાઇઝરી
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, વર્તમાન ઘટનાક્રમને જોતા ભારતીય નાગરિકોને નવા આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. ભારતે રવિવાર રાત્રે બાંગ્લાદેશમાં રહેતા પોતાના બધા નાગરિકોને પડોસી દેશમાં હિંસાની તાજી ઘટનાઓને ધ્યાનમાં રાખતા વધારે સાવધાની રાખવા અને ત્યાં જવાનું ટાળવાની સલાહ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech