મહોરમના માતમ બાદ ધોરાજીમાં 100થી વધુ કલાત્મક તાજીયા ઠંડા કરાયા

  • July 30, 2023 02:44 PM 

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વ મનાવાઇ રહ્યું છે. ઇમામ હુસેન તથા તેના 7ર સાથીદારોની શહાદતની યાદગીરીમાં મનાવાતા આ પર્વમાં પહેલા ઠેર ઠેર તાજીયાના ઝુલુસ, પડમાં આવ્યા હતા અને જાહેર માર્ગો પરથી પસાર થયા હતા. જેમાં કલાત્મક તાજીયાના દર્શન કરવા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. 


ધોરાજીમાં નીકળેલા  ઝુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા. વહેલી સવારે ઇમામ ખાનામાં તાજીયા માતમમાં આવ્યા બાદ  મુસ્લિમ બિરાદરો દ્વારા આશુરાની નમાઝ અદા કરવામાં આવી હતી. ધોરાજી મા વિવિધ વિસ્તારો મા મહોરમનું માતમ મનાવી અસુરાની રાત્રે 100 થી પણ વધારે તાજીયા ઠંડા કરાયા હતા. 


મોહરમ પર્વ દરમિયાન 100 થી પણ વધારે કલાત્મક તાજીયા વિવિધ માર્ગ પર નીકળયા હતા, જેમાં ધોરાજી ના ત્રણ દરવાજા, ચકલા ચોક, મેઈન બજાર થઈ ને બહાર પુરા વિસ્તાર મા તમામ તાજીયા ઠંડા કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application