સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળા ૨૦૨૪ની પ્રથમ રાત્રિએ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. મેળામાં આવનાર દરેક માટે આ એક વિશેષ અનુભવ સર્જાયો હતો. નાના બાળકોથી લઇ અને વડીલો સુધી ૧ લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓએ આ મેળામાં સાત્વિક આનદં માણ્યો હતો. મેળામાં જુદા–જુદા વિસ્તારોથી લોકો ઉમટી પડા હતા, જેમણે હસ્તકલા, રાચરચીલું, ફડ સ્ટોલ્સ, જેલના ભજીયા, ગુજરાતના ટોચના કલાકારો દેવાયત ખવડ અને બીરજુ બારોટ અને વૃંદ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમની સરવાણી સાથે પરંપરાગત અને આધુનિક બંને પ્રકારનો આનદં મેળવ્યો હતો.
નાના બાળકો માટે રાખવામાં આવેલ ૫૦ જેટલી રાઇડસ અને ગીરનું ગામડું, સોમનાથ એટ ૭૦, પંચદેવ મંદિર, જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોની જોવા મળી, સાથે ગીરના સિંહો, ગજરાર હાથીઓ, પ્રકાશમાન કલ્પવૃક્ષ, લાઈટિંગ બેલ સહિતના આકર્ષક સેલ્ફી પોઇન્ટ પર ફોટો પાડવવામાં પણ પોતાના વારાની રાહ જોવી પડી હતી. જે દર્શાવે છે કે લોકોએ આ મેળામાં પોતાના પરિવાર સાથે ઉમંગભર્યા માહોલમાં ભાગ લીધો હતો. આ વર્ષે જોવા મળી રહ્યું છે કે સરેરાશ મુલાકાતિઓની પરચેસિંગ પાવર વધી છે, જે મેળાના વિવિધ સ્ટોલ્સ પરના વ્યાપારીક સંચાલન અને વેચાણ માટે ઉત્તમ રહ્યું.
મેળાના મુખ્ય આકર્ષણ તરીકે સાંસ્કૃતિક ડાયરામાં વિશાળ માત્રામાં લોકો એકઠા થયા હતા, યાં તેમણે સોમનાથ દાદાના ચરણે પોતાના શ્રદ્ધા અર્પી. લાઈવ સ્ક્રીન પર દર્શાવાતી આરતી દરમિયાન શ્રદ્ધાળુઓએ પોતાના મોબાઈલની લેશલાઈટ વડે ડિજિટલ આરતી કરી, અને આ અભૂતપૂર્વ દ્રશ્યે તમામના દયમાં ભાવનાત્મક જોડાણનું અનોખું દર્શન કરાવ્યા.આ પ્રસંગે ગૌરવભેર રજૂ કરાયેલ આ મેળો રાયની સંસ્કૃતિ અને પરંપરાને વધુ નજીકથી જોવાનો અવસર પૂરો પાડે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસદભાવના માનસ રામ કથા નિમિત્તે પ્રેરક પહેલ ઓનિકસ ગ્રુપ એક લાખ વૃક્ષો વાવીને કરશે જતન
November 23, 2024 03:30 PMઆજે અનેક સંતો, મહંતો કથાકારો રામકથામાં રહેશે ઉપસ્થિત
November 23, 2024 03:27 PM૭૬ દુકાનમાંથી ૪.૯ કિલો ઝબલા જ પોલીસ બંદોબસ્ત હેઠળ દડં વસુલાત
November 23, 2024 03:20 PMહાઈવે પર રખડતા ઢોર દૂર કરવા જરૂર પડે તો ઢોર માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવા તાકિદ
November 23, 2024 03:19 PMમ્યુનિ.આવાસ મેળવીને ભાડે આપવાનો ધંધો વિજિલન્સ પોલીસ ટીમ ત્રાટકી, ૭ લેટ સીલ
November 23, 2024 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech