સગીરાને મોરબીના વિધર્મી યુવકે ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં પકડાયેલ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.
વધુ વિગત મુજબ ગત તારીખ : ૧૩/ ૦૨/ ૨૦૨૪ના રોજ મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. તેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવતા, પોલીસે પોકસો સહિતની કલમો મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરતા તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે સામે મૂળ ફરીયાદી તરફે વાંધાઓ તથા મહત્વના ચુકાદાઓ હાજર રાખી, વિશેષ ધારદાર દલીલો કરી હતી, દરમિયાન હાઇકોર્ટનું વલણ આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ તેવું જણાતા આરોપી રમજાન બ્લોચે હાઇકોર્ટ માંથી જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી. આ કામમાં ફરીયાદી વતી વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર, કિશન ભીમાણી, હિરેન વિઠલાપરા, એસ. સી. વિઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ, સચિન દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
April 30, 2025 06:41 PMજામનગરના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી પર બનેલ રહેલ બ્રિજનું કામ ગોકળગતીએ
April 30, 2025 06:38 PMજામનગરના મોરાર સાહેબના ખંભાળીયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનોમાં રોષ
April 30, 2025 06:31 PMજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા મંદિરના પ્રશ્ને નગરસેવિકાએ વિરોધ કર્યો
April 30, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech