મોરબી: કાટમાળમાં ફસાયેલ શ્રમિકને બહાર કાઢવા રાજકોટ ફાયર બ્રિગેડને બોલાવાયું

  • March 11, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી મેડિકલ કોલેજની છત તૂટી પડવાની ઘટનામાં એક શ્રમિક કાટમાળમાં દબાયેલ હોય શ્રમિકનો જીવ બચાવવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે અને આઇસીયું ઓન વ્હીલને પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્ત અને ફસાયેલ શ્રમિકના નામ પણ સામે આવ્યા છે.મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા જેમાં ચાર મજૂરોની ઓળખ થઈ છે, આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા, ઉ.૨૭ રહે. ‚પાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ઉ.૩૦, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ઉ.૪૫ રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા છે. અને સુનિલ સાહુ રહે.ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો હજુ કાટમાળમા ગંભીર રીતે ફસાયેલ હતો જેને ૫ કલાકની મહેનત પછી ગંભીર સ્થિતિમાં બહાર કઢાયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application