માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

  • June 07, 2025 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે.
કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ  મોરારિબાપુ પર્યાવરણ માટે પણ જાગૃત અને કાર્યરત રહ્યાં છે અને એટલે જ વૃક્ષો માટે રાજકોટમાં રામકથા પણ ગાઈ છે.
વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે ભાવનગરમાં વિમાન મથક પર યોજાયેલ કાર્યક્રમમાં  મોરારિબાપુનાં હસ્તે વૃક્ષારોપણ થયું હતું. આ સાથે જ મોરારિબાપુએ સ્થાનિક સત્તાતંત્ર સાથે સ્વાભાવિક પૃચ્છા કરી આ વિસ્તારની ઘણી જગ્યામાં નિયમાનુસાર વધુ વૃક્ષારોપણ થઈ શકે તેમ હોવાની વાત કરતાં વાતાવરણ બન્યું અને તરત જ વિરાટ વૃક્ષારોપણ અભિયાન ચલાવતાં રાજકોટ સ્થિતિ વૃધ્ધાશ્રમ સંસ્થાનાં સંચાલકોને અહીંથી જ સંપર્ક થયો., એટલું જ નહીં, પર્યાવરણ દિવસ ગુરુવારે આ વાત થઈ અને ગઈકાલ  શુક્રવારથી વધુ સેંકડો વૃક્ષો માટે અભિયાન આરંભી દેવામાં આવ્યું છે.
 મોરારિબાપુ એ પર્યાવરણ દિવસનાં વૃક્ષારોપણ કાર્યક્રમ માટે માત્ર પ્રતીક નહીં પ્રેરક બન્યાં અને નિલેશ વાવડિયાએ આપેલ વિગતો મુજબ વૃધ્ધાશ્રમ સંસ્થાનાં મોભી વિજયભાઈ ડોબરિયા તથા મિત્તલભાઈ ખેતાણી દ્વારા તાબડતોબ ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં પ્રકૃતિનાં આ કાર્યમાં ગતિવિધિ શરૂ કરી દીધી છે. આમ, વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે નાનકડાં પ્રસંગથી વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું અને સેંકડો વૃક્ષો રોપાઈ રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application