નૈઋત્યનું ચોમાસુ તેની પ્રથમ અપેક્ષિત તારીખે કેરળમાં નહીં પહોંચે. હવે સ્પષ્ટ્ર થઈ ગયું છે કે ચોમાસુ ૨૬ મેના રોજ નહીં આવે. હવામાનશાક્રીઓના મતે, ચોમાસુ કેરળમાં તેના સામાન્ય સમયે જ પહોંચશે. કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ તે ચોમાસાના ધોરણોને પૂર્ણ કરતું નથી.આથી આ પરી મોન્સુન એકટીવીટી જ ગણાય. નિયમિત ચોમાસું નહી.
સોમવારે જાહેર કરાયેલા ચોમાસા બુલેટિનમાં, આઈએમડીએ જણાવ્યું હતું કે ચોમાસુ આગામી બે થી ત્રણ દિવસમાં દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને પૂર્વ–મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધી શકે છે. આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. તેથી, તે સ્પષ્ટ્ર છે કે ચોમાસુ બે થી ત્રણ દિવસમાં કેરળ પહોંચશે નહીં.
સામાન્ય રીતે, ચોમાસુ ૧ જૂને કેરળમાં પહોંચશે. આઈએમડી સહિત અનેક હવામાન એજન્સીઓએ દાવો કર્યેા હતો કે આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં વહેલું ભારતમાં આવી શકે છે. દરમિયાન, કેરળ અને માહેના કેટલાક વિસ્તારોમાં ૧૧ થી ૨૦ સેમી વરસાદ પડો હતો, યારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, ઉપ–હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ૭ થી ૧૧ સેમી વરસાદ પડો હતો.