રાજ્યમાં માવઠાનું જોર વધશે, 18 માર્ચ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

  • March 14, 2023 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતને અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે. થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને ભારે પવન ફૂંકાશે. સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પોરબંદરમાં હિટવેવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ થન્ડર સ્ટોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. 16 અને 17 માર્ચના સામાન્યથી મધ્ય વરસાદ થશે



15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ , વલસાડ, દમણ, દાદરાનગર કચ્છ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર હવેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.16 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે



આ ઉપરાંત  17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, મહીસાગર, મહેસાણા, છોટા ઉદેપુર, ડાંગ,નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ દાદર નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ સામાન્યથી મધ્યમ વરસાદની તેમજ 18 માર્ચે દાહોદ, તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહીકરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application