BREAKING NEWS

મેઘરાજાની તોફાની બેટિંગની તૈયારી: 3 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું વધુ મજબૂત બનશે

  • July 07, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગે જાહેર કરેલી નવી સિનોપ્ટિક પરિસ્થિતિ મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ સક્રિય બનવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, હરિયાણા, પંજાબ તેમજ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વધુ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા હાલ જામનગરમાંથી પસાર થઈ રહી હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી માહોલ મજબૂત બનવાની સંભાવના વધી છે.

હાલ દક્ષિણ ઝારખંડ અને તેની આસપાસના ઉત્તર આંતરિક ઓડિશા ઉપર સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ તથા પૂર્વ મધ્યપ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે, જ્યારે 3.1 થી 7.6 કિલોમીટર ઊંચાઈએ શીયર ઝોન પણ યથાવત રહેતા ભેજનું પ્રમાણ વધશે અને વરસાદી પ્રવૃત્તિને વેગ મળશે.

રાજ્યની આગાહી મુજબ મંગળવારથી ગુરુવાર દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 10 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે, તેમ છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં 13 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News