એપ્રિલની શઆતથી જ લોકો ગરમીથી પરેશાન છે. દેશનો મોટો હિસ્સો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. દરમિયાન સવાલ એ છે કે વરસાદ કયારે લોકોને રાહત આપશે? ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મત્યુજની મહાપાત્રાએ ચોમાસાને લઈને રાહતની માહિતી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે જૂન પછી અલ નીનોની સ્થિતિમાં ઘટાડો થતો જણાય છે, જે ચોમાસા માટે સારો સંકેત છે.
અલ નીનોની સ્થિતિનું અવલોકન કર્યા પછી, વિભાગે અનુમાન લગાવ્યું છે કે મોટા પાયે આબોહવાની ઘટનાઓ દક્ષિણ–પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી રહી છે. મહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે જૂનની શઆત સુધીમાં અલ નીનોની અસર ઓછી થતી જોવા મળી રહી છે. આના કારણે મધ્ય પ્રશાંત મહાસાગર વધુ ગરમ નહીં થાય અને દક્ષિણ–પશ્ચિમ ચોમાસાને વધુ અસર થશે નહીં. ખાસ વાત એ છે કે દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના કારણે ભારતમાં લગભગ ૭૦ ટકા વરસાદ થાય છે. આ વરસાદ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એકંદરે, વરસાદ આધારિત ભારતીય અર્થતત્રં માટે પણ આ એક સારો સંકેત છે. ૨૦૨૩ની ચોમાસાની સિઝનમાં ભારતમાં સરેરાશથી ઓછો વરસાદ થયો હતો, જેનું કારણ અલ નીનો હતું.અલ નીનો એ સધર્ન ઓસિલેશનનો ભાગ છે, જે હવામાન અને મહાસાગરો સાથે સંબંધિત કુદરતી આબોહવાની ઘટના છે. એએનએસઓ બે તબક્કાઓ ધરાવે છે. પેસિફિક મહાસાગરમાં પે નજીક સમુદ્ર કિનારે ગરમ થવાની ઘટનાને અલ નિનો કહેવામાં આવે છે. જો સાદી ભાષામાં સમજીએ તો દરિયાઈ ઘટના જે દરિયાના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારનું કારણ બને છે તેને અલ નીનો નામ આપવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ૪–૫ ડિગ્રી વધારે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech